પતિનો સનસનીખેજ આરોપ ! જમવામાં પીરિયડ્સનું લોહી ભેળવી આપતી હતી પત્ની અને પછી શરીરની જે હાલત થઇ તે…

પતિને જમવામાં પીરિયડ્સનું લોહી ભેળવી આપતી હતી પત્ની, સંક્રમણ ફેલાવવાને કારણે શરીરની થઇ આવી હાલત

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે એક મહિલાએ તેના પીરિયડ્સનું લોહી ભેળવીને તેના પતિને ખવડાવ્યું, જેના કારણે તેને ગંભીર ચેપ લાગ્યો. આ વ્યક્તિએ ગયા વર્ષે 12 જૂને કવિ નગર પોલીસ સ્ટેશનમાં પત્ની અને તેના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસમાં ફરિયાદ બાદ પોલીસ અધિકારીઓએ જિલ્લા મેડિકલ ઓફિસરને પત્ર લખીને આ મામલે રિપોર્ટ માંગ્યો હતો. હવે આ આરોપોની તપાસ માટે ચાર સભ્યોની મેડિકલ ટીમની રચના કરવામાં આવી છે. આ બોર્ડના રિપોર્ટ બાદ ગાઝિયાબાદ પોલીસ આગળની કાર્યવાહી નક્કી કરશે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ વ્યક્તિએ FIRમાં તેના દાવાઓને સમર્થન આપવા માટે મેડિકલ રિપોર્ટ પણ સબમિટ કર્યો છે. પીડિતની ફરિયાદ પર, કવિ નગર પોલીસ સ્ટેશનમાં પત્ની અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ IPCની કલમ 328 અને 120B એટલે કે ગુનાહિત ષડયંત્ર હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીએ દાવો કર્યો હતો કે જ્યારે તે ખોરાક ખાધા પછી બીમાર પડ્યો ત્યારે તેણે મેડિકલ ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટમાં એ વાતની પુષ્ટિ થઈ કે ઈન્ફેક્શનને કારણે તેના શરીરમાં સોજો છે.

ફરિયાદીના લગ્ન વર્ષ 2015માં થયા હતા. તેમને એક પુત્ર પણ છે. નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, પત્ની વારંવાર તેના સાસુથી અલગ રહેવાની જીદ કરતી હતી, પરંતુ તેનો પતિ તેના માતા-પિતાને છોડવા માટે રાજી ન હતો. જેના કારણે અવારનવાર તેમની વચ્ચે નાની નાની બાબતો પર ઝઘડા થતા હતા. પુરુષે આરોપ લગાવ્યો હતો કે મહિલાના માતા-પિતા અને તેના ભાઈએ ખોરાકને ઝેરી કરવા અને તેની વિરુદ્ધ મેલીવિદ્યાનો ઉપયોગ કરવા માટે ઉશ્કેરી હતી.

ફરિયાદમાં કહેવાયું છે કે, વ્યક્તિના માતા-પિતા રોજના ઝઘડાથી કંટાળીને ઘર છોડીને સગા-સંબંધીઓ પાસે રહેવા ગયા હતા. આ પછી જ પત્નીએ તેના ભોજનમાં માસિક ધર્મનું લોહી મિક્સ કર્યું અને તેને રાત્રિભોજન માટે આપ્યું.

જ્યારે પુરુષને પૂછવામાં આવ્યું કે તેને આ વિશે કેવી રીતે ખબર પડી તો તેણે કહ્યું કે તેની પત્ની અને તેની માતા વચ્ચેની ફોન પર વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી. આ કેસમાં એક વર્ષથી વધુ સમય સુધી તપાસ કર્યા પછી, પોલીસે મુખ્ય તબીબી અધિકારીને પત્ર લખીને આ મામલે મેડિકલ બોર્ડની રચના કરવા વિનંતી કરી. હવે બોર્ડ આ આરોપોની તપાસ કરશે.

Shah Jina