ફેસબુક ચેટિંગમાં વ્યસ્ત રહેતી હતી પત્ની, પતિને અચાનક જ ગળું દબાવીને મારી નાખી- કારણ જાણીને હચમચી જશો

પત્ની રહેતી હતી સોશિયલ મીડિયા ઉપર ચેટિંગમાં વ્યસ્ત, પતિની આ વાત પર મગજ છટક્યો અને મારી નાખી, અંદરનું કારણ જાણીને ચકિત થઇ જશો

આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે અને મોટાભાગના લોકો સોશિયલ મીડિયામાં વ્યસ્ત જોવા મળે છે. વળી ઘણા લોકો તો હવે સોશિયલ મીડિયાના એવા એડિક્ટ બની ગયા છે કે તે ના રાત્રે સરખું સુવે છે, ના સરખું ખાય છે. બસ આખો દિવસ ચેટિંગ અને વીડિયો જ જોયા કરશે. આજે તમારા ઘરની અંદર રહેલી વ્યક્તિ પણ સોશિયલ મીડિયાના કારણે દૂર થઇ ગઈ છે એમ કહેવામાં આવે તો પણ વાંધો નહિ આવે.

(મૃતક પત્ની પલ્લવી)

ઘણીવાર સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેવાના ગંભીર પરિણામો પણ આવી શકે છે. હાલ એવી જે એક ઘટના સામે આવી છે. જ્યાં ફેસબુકમાં ચેટિંગના કારણે એક કપલ વચ્ચે વિવાદ થઇ ગયો હતો અને આ વિવાદ એટલો બધો વધી ગયો કે પતિએ તેની પત્નીનો જીવ જ લઇ લીધો. કારણ કે પતિને શંકા હતી કે તેની પત્ની ચેટિંગ દ્વારા અન્ય વ્યક્તિઓ સાથે સંબંધ બનાવી રહી છે. જેના કારણે પણ તેમની વચ્ચે અણબનાવ હતો.

(પ્રતીકાત્મક તસવીર)

આ બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે ગત રવિવારના રોજ પતિએ તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ ચોંકવાનારી ઘટના પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં બની છે. જ્યાંના ચંદનનગર વિસ્તારમાં પતિ રીન્ટુ દાસે તેની પત્ની પલ્લવી દાસનું ગળું દબાવીને હત્યા કરી નાખી, કારણ કે તેની પત્ની ફેસબુક ચેટિંગમાં વ્યસ્ત રહેતી હતી. જેના કારણે તેના પતિને તેના ચારિત્ર્ય ઉપર શંકા હતી.

(પ્રતીકાત્મક તસવીર)

આ ઘટનાની ખબર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતકના શબને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું, તો મીડિયા રિપોર્ટ અનુસાર રીન્ટુ દાસના ભાઈ સીન્ટુ દાસે જણાવ્યું હતું કે ભાભી સારા સ્વભાવની હતી, પરંતુ તેનો ભાઈ હંમેશા ભાભી ઉપર શંકા કરતો હતો અને ભાભી સાથે મારઝૂડ કરીને અશાંતિ પણ પેદા કરતો હતો.તેના ભાઈ દ્વારા ભાભી ઉપર કરવામાં આવતા અત્યાચારના કારણે હેરાન થઇ તે તેની માતા સાથે બીજે ક્યાંક રહેવા ચાલ્યો ગયો હતો.

Niraj Patel