યુવતી પ્રેમી જોડે મજા લેતી હતી ત્યાં જ તેનો બીજો પ્રેમી આવી પહોંચ્યો, પછી

પત્નીના બે પ્રેમીઓ અને પતિની પ્રેમિકા, બધા આવી ગયા સામ-સામે, પછી શરૂ થયો ખૂની ખેલ, વાંચીને તમારા પણ હોશ ઉડી જશે

આજકાલના સમયમાં લગ્નેત્તર સંબંધોના ઘણા કિસ્સાઓ સમાચાર અને સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા હોય છે. પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને કોઈના પણ હોશ ઉડી જાય. આ સમગ્ર મામલામાં પત્નીના બે પ્રેમીઓ અને પતિની પ્રેમિકા બધા જ સેમ સામે આવી ગયા અને પછી ખૂની ખેલ શરૂ થયો જેમાં એક વ્યક્તિનું મોત પણ થઇ ગયું હતું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ ઘટના બની છે જયપુર જયપુરના મુહાના વિસ્તારમાં. જ્યાં પ્રેમ પ્રકરણના કારણે એક વ્યક્તિની હત્યા કરી દીધી હોવાનો મામલો સામે આવ્યો છે. ખાસ વાત તો એ છે કે આ હત્યા ત્યારે થઇ જ્યારે એક યુવતીના બે અલગ અલગ પ્રેમી, યુવતીનો પતિ અને પતિની એક પ્રેમિકા બધા જ સામ સામે આવી ગયા હતા. જેના બાદ મોટો ઝઘડો થયો અને એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ ગઈ જેને સારવાર માટે એચએમએસ હૉસ્પીટલ ભરતી કરી દેવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર મુહાના પોલીસ અધિકારી લખન સિંહ ખટાનાએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ મુહાના માર્કેટમાં રામજાન શર્માની ચાની દુકાનની પાસે એક ઘાયલ યુવતી તથા વ્યક્તિના હોવાની જાણકારી મળી હતી. જેના બાદ પોલીસે ઘટના સ્થળે પહોચીને બંનેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ વ્યક્તિને મૃત જાહેર કરી દીધો.  તો ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીની સારવાર ચાલી રહી છે.

પોલીસ તપાસમાં ચોંકવનારી હકીકત સામે આવી. જેમાં ઘાયલ યુવતી બસંતી રેગર, ગંગાપુર શહેરની રહેવાસી છે. જે તેના પતિ કન્હૈયા રેગર અને બાળકોની સાથે મુહાના વિસ્તારમાં રહેતી હતી. સોમવારે મોડી રાત્રે બસંતીનો એક પ્રેમી મુકેશ શર્મા સુહાના આવ્યો હતો. આ દરમિયાન બસંતીનો એક અન્ય પ્રેમી મોહનયા ધાકડ પણ ત્યાં આવી ગયો. આ દરમિયાન બસંતીના પતિ કન્હૈયાની એક પ્રેમિકા કમલી બાવરિયા પણ માર્કેટમાં આવી ચઢી હતી.

આ બધા જ લોકો દારુના નશામાં હતા, અને એકસાથે તમામ લોકો એકઠા થવાથી એકબીજા સાથે બોલચાલ થઇ અને થોડી જ વારમાં મોટો ઝઘડો પણ થઇ ગયો. આ ઝઘડા અને મારઝૂડ દરમિયાન બસંતી ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ અને તેના પ્રેમી મોહનયા ધાકડનુ મોત થઇ ગયુ. પોલીસે તપાસ દરમિયાન યુવતી બસંતીના પતિ કન્હૈયા તથા તેની પ્રેમિકા કમલી બાવરિયા દારુના નશામાં મળ્યા જેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

Niraj Patel