રિસાયેલી પત્નીને સાસરે મનાવવા માટે ગયો હતો પતિ, સસરાએ મોકલવાની પાડી ના તો યુવક ચઢી ગયો લાઈટના મોટા ટાવર ઉપર, જુઓ વીડિયો

પતિ અને પત્ની વચ્ચે સામાન્ય રીતે અણબનાવ થતા હોય છે. આવા અણબનાવોમાં ક્યારેક કોઈ જીવ પણ આપી દેતું હોય છે. તો ઘણીવાર રિસાયેલી પત્નીને મનાવવા માટે પતિ સાસરે જાય છે, પરંતુ સાસરિયા દ્વારા પત્નીને પાછી મોકલવામાં ના આવતા પતિ આપઘાત કરવાનો પ્રયાસ પણ કરતો હોય છે. હાલ આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક વીજળીના મોટા ટાવર ઉપર ચઢેલો જોવા મળે છે.

સાસરે પત્નીને લેવા માટે ગયેલો યુવક ઈલેક્ટ્રીક ટાવર પર ચઢી લગભગ એક કલાક સુધી નાટક કરતો રહ્યો. તીજના દિવસે તેની પત્ની તેના પિયર આવી ગઈ હતી. તે પત્નીને લેવા સાસરે આવ્યો હતો. પરંતુ સાસરીયાઓએ પત્નીને મોકલવાની ના પાડી હતી. આનાથી નારાજ થઈને પતિ લગભગ 70 ફૂટની ઊંચાઈએ આવેલા ઈલેક્ટ્રિક ટાવર પર ચઢી ગયો અને આત્મહત્યાની ચેતવણી આપવા લાગ્યો.

માહિતી મળતાની સાથે જ જૂની ભિલાઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને યુવકને નીચે ઉતારવા સમજાવ્યા હતા. મળતી માહિતી મુજબ રાયપુર જિલ્લાના દેવગાંવ ખરોરા ગામમાં રહેતા 30 વર્ષીય હોરીલાલ પારધી તેની પત્નીને લેવા માટે તેના સાસરે આવેલા ગનિયારી ભિલાઈ-3માં આવ્યા હતા. તેણે સસરાને તેની પત્નીને મોકલવા કહ્યું. પરંતુ, તેના સસરાએ તેની વાત ન માની અને તેની પત્નીને મોકલવાની ના પાડી.

તેનાથી ગુસ્સે થઈને હીરાલાલ ગનિયારીના હાઈ ટેન્શન લાઈનના ટાવર પર ચઢી ગયો હતો. ટાવરની ઉંચાઈ લગભગ 75 ફૂટ છે અને તે 70 ફૂટની ઊંચાઈએ ચઢી ગયો હતો. જ્યારે ત્યાંના લોકોએ તેને ઈલેક્ટ્રિક ટાવર પર ચડતો જોયો તો તેમણે પોલીસને જાણ કરી. આના પર પોલીસ ત્યાં પહોંચી અને યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે પોલીસની વાત માનવાની ના પાડી.

તેણે કહ્યું કે જો તેની પત્ની તેના સાથે નહીં આવે તો તે ટાવર પરથી કૂદીને આત્મહત્યા કરી લેશે. પોલીસે સમજાવતાં તે નીચે ઉતર્યો હતો. આ પછી પોલીસ તેને તેના સાસરિયાના ઘરે લઈ ગઈ. સાથે જ આ કેસમાં સાસરિયાઓને પણ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. અત્યાર સુધી, હોરીલાલના સસરા તેમની દીકરીને કેમ મોકલતા ન હતા તે જાણી શકાયું નથી.

Niraj Patel