સુરતમાં પરણીત યુવતીને યુવક સાથે ખુબ રંગરેલીઓ મનાવી, પ્રેમી માટે એવું બેશરમ કામ કર્યું કે પતિ ધ્રુજી ઉઠ્યો

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને લોકો પ્રેમમાં કંઇ પણ કરવા માટે તૈયાર રહેતા હોય છે. ત્યારે હાલમાં આવું જ કંઇક એક પ્રેમિકાએ પોતાના પ્રેમી માટે કર્યુ છે. ગુજરાતમાંથી અવાર નવાર ચોરીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે સુરતમાંથી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરણિત પ્રેમિકાએ પોતાના પ્રેમીનું દેવુ ભરવા માટે પતિના જ ઘરમાં ચોરી કરી. આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. ચોરી થયાની જાણ થતા આ મામલે પતિએ પોલિસ ફરિયાદ નોંધાવી હતી અને તે બાદ તેની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

રત્નકલાકાર નરેન્દ્રભાઇની પત્ની કતારગામ ખાતે એક કંપનીમાં કામ કરે છે અને તેઓ પણ ત્યાં જ ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર છે. 9 તારીખના રોજ જયારે નરેન્દ્રભાઇએ તેમના ઘરની તિજોરી ખોલી તો તેમાંથી 1.20 લાખની કિંમતના દાગીના ગાયબ હતા. જે બાદ તેમને ખ્યાલ આવ્યો કે તેમના ઘરમાં ચોરી થઇ છે. તે બાદ તેમણે અમરોલી પોલિસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી.

પ્રતિકાત્મક તસવીર

પરિવાર સાથે સાથે તેમની પત્ની જાહ્નવીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પંરતુ તેના ગોળગોળ જવાબથી પોલિસને તેના પર શંકા ગઇ, જેથી સાસુ-સસરાએ પૂછતા તેણે પ્રેમી તુષારના કહેવાથી દાગીના ચોરી કર્યાની કબૂલાત કરી અને તે બાદ તેણે એ પણ કબૂલ કર્યુ કે તેને બીલીમોરા ખાતે આ દાગીના સંતાડ્યા છે. પ્રેમીને 40 હજારનું દેવુ થતાં પ્રેમિકાએ ઘરમાંથી પતિના 1.20 લાખના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે આ મામલે રત્નકલાકારની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી અને 1.20 લાખના દાગીના કબજે કરી લીધા છે.

Shah Jina