ખબર

બૈરાની અદલાબદલી: પતિ જબરદસ્તી પાર્ટીમાં લઇ જઇ કરતો હતો પત્ની એક્સચેન્જ, દિયર સુખ માણી લેતો, કહાની સાંભળી રૂંવાડા પણ ઊભા થઇ જશે

ગુજરાત સહિત દેશભરમાંથી કેટલીકવાર એવી એવી ચોંકાવનારી અને રૂવાંડા ઊભા કરી દે એવી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં એક એવો કિસ્સો તમને જણાવવા જઇ રહ્યા છીએ, જેમાં પત્નીની અદલાબદલીની શરમજનક ઘટના સામે આવી છે. પીડિતાનું કહેવું છે કે પતિ તેને દગાથી દિલ્હીની વાઈફ એક્સચેન્જ પાર્ટીમાં લઈ ગયો અને ત્યાં તેને હેરાન કરવામાં આવી. આ કેસમાં પીડિતાએ પોલીસને ન્યાય માટે અપીલ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં તેણે કોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે કોર્ટના નિર્દેશ બાદ તેના પતિ અને દિયર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પીડિતાના બીજા લગ્ન 14 જાન્યુઆરી 2021ના ​​રોજ ગુરુગ્રામમાં એક વ્યક્તિ સાથે થયા હતા. શરૂઆતમાં બધું બરાબર હતું. એક દિવસ તેનો પતિ તેને શોપિંગના બહાને વાઈફ એક્સચેન્જ પાર્ટી માટે દિલ્હી લઈ ગયો. પીડિતાનું કહેવું છે કે ત્યાં તેની પ્રતિષ્ઠા સાથે રમત રમવામાં આવી. એવો પણ આરોપ છે કે પત્ની એક્સચેન્જ પાર્ટીમાં જવાની ના પાડતા પતિએ તેની સાથે બળાત્કાર કર્યો. પીડિતાએ જણાવ્યું કે તેના દિયરે પણ તેની સાથે ઘણી વખત બળજબરી કરી હતી. જ્યારે તેણે તેના પતિને ફરિયાદ કરી તો તેણે તેની અવગણના કરી.

તેણે કહ્યું, તેણે હજી લગ્ન કર્યા નથી અને જ્યાં સુધી તે લગ્ન નહીં કરે ત્યાં સુધી આ રીતે જ રહેવું પડશે. આ દરમિયાન તેની સાથે ઘણી વખત મારપીટ પણ કરવામાં આવી હતી. જ્યારે તેણે વિરોધ કર્યો તો પતિએ તેને ગુરુગ્રામમાં અલગથી ભાડેનો રૂમ આપ્યો. આરોપ છે કે દિયરે ત્યાં જઈને પણ તેની સાથે બળાત્કાર કર્યો અને તેનો વીડિયો પણ બનાવ્યો. પોલીસમાં ફરિયાદ કરતાં દિયરે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. પીડિતાએ કહ્યું કે તેણે આ બાબતે મુઝફ્ફરનગર એસએસપી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

પોલીસ તરફથી ન્યાય ન મળતા આખરે પીડિતાએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ પછી, ACJM-1 કોર્ટના આદેશ પર નવી મંડી કોતવાલી પોલીસે પતિ અને દિયર વિરુદ્ધ કલમ 376, 307, 323.504 અને 506 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી. આ કિસ્સો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાંથી સામે આવ્યો છે. પીડિતા નવી મંડી કોતવાલી વિસ્તારની રહેવાસી છે. જણાવી દઇએ કે, 30 વર્ષની પીડિતાએ લગભગ દોઢ વર્ષ પહેલા ગુડગાંવના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. શરૂઆતમાં બધું સારું રહ્યુ, પરંતુ પછી અચાનક તેના જીવનમાં ભૂકંપ આવી ગયો જ્યારે તેનો પતિ તેને દિલ્હીમાં એક પાર્ટીમાં લઈ ગયો.

આ કોઈ સામાન્ય પાર્ટી ન હતી, પરંતુ વાઈફ એક્સચેન્જ પાર્ટી હતી. પતિએ પત્નીને તેના મિત્રોને સોંપી દીધી. ત્યાર બાદ આ સિલસિલો ચાલુ રહ્યો. મુઝફ્ફરનગરની રહેવાસી મહિલાના પતિનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. તેને 12 વર્ષની દીકરી પણ છે. 14 જાન્યુઆરી 2021ના ​​રોજ મહિલાએ ગુડગાંવમાં રહેતા એક વ્યક્તિ સાથે બીજીવાર લગ્ન કર્યા હતા. મહિલાએ જણાવ્યું કે પતિ તેને વારંવાર વાઇફ એક્સચેન્જ પાર્ટીમાં લઈ જવા લાગ્યો. પાર્ટીમાં પતિના જુદા જુદા મિત્રો પીડિતા સાથે સંબંધ બાંધતા હતા. જ્યારે તે વિરોધ કરતી તો પતિ તેને મારતો હતો. તે કહેતો કે આ બધું હાઈ ક્લાસમાં થાય છે, ધીરે ધીરે આદત પડી જશે.