3 મહિના પહેલા કર્યા હતા લવ મેરેજ, ઝૂમાં ફરવા ગયેલ પતિનું હાર્ટ એટેકથી મોત…પત્નીએ આઘાતમાં 7માં માળેથી કૂદી કરી આત્મહત્યા

ઝૂમાં પતિનું હાર્ટ એટેકથી મોત થતા જ પત્નીએ આઘાતમાં 7માં માળેથી કૂદી કરી આત્મહત્યા, રુવાડા ઉભા કરી દે એવી ઘટના જાણો

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના વૈશાલી સેક્ટર-3માં રહેતી એક મહિલાએ સોમવારે મોડી રાત્રે પતિનું હાર્ટ એટેકથી મોત થતાં એપાર્ટમેન્ટના સાતમા માળેથી કૂદી છલાંગ લગાવી દીધી. જો કે, તાત્કાલિક મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. એવી માહિતી સામે આવી છે કે બંનેના ત્રણ મહિના પહેલા જ લવ મેરેજ થયા હતા.

પોલિસે જણાવ્યુ કે સોમવારે મોડી રાત્રે 10 વાગ્યે કૌશામ્બી પોલીસને માહિતી મળી કે વૈશાલી સેક્ટર 3ની અલ્કાઇન સોસાયટીમાં રહેતી 23 વર્ષીય અંજલી અહિલાવલીએ એપાર્ટમેન્ટના સાતમા માળેથી કૂદી આત્મહત્યા કરી લીધી છે. મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં પહોંચેલી પોલીસ ટીમને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે અંજલિ તેના પતિ અભિષેક સાથે દિલ્હી ઝૂમાં ગઈ હતી.

File Pic

આ દરમિયાન ત્યાં અભિષેકની તબિયત લથડી અને તેને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જો કે, અંજલિ તે પછી ઘરે પરત ફરી હતી. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અભિષેકનું મોત નીપજ્યું. અભિષેકનું મોત હાર્ટ એટેકથી થયુ હોવાનું કહેવાઇ રહ્યુ છે. આ પછી પરિવારજનો રાત્રે 9.30 વાગ્યાની આસપાસ તેનો મૃતદેહ ઘરે લાવ્યા ત્યારે અંજલિ પતિની લાશ જોઈને ભારે આઘાતમાં સરી પડી અને તેણે સોસાયટીના સાતમા માળેથી છલાંગ લગાવી દીધી.

File Pic

ગંભીર હાલતમાં અંજલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક અને અંજલિના લગ્ન ગયા વર્ષે 30 નવેમ્બર 2023ના રોજ થયા હતા. પતિ-પત્નીના મોત બાદ પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે.

Shah Jina