પત્નીની ક્રૂરતાનો ભોગ બન્યો પ્રિન્સિપાલ પતિ, ઘરની અંદર પત્ની હાથમાં જે આવે તેનાથી પતિને મારતી હતી, જુઓ ઘટનાના CCTV ફૂટેજ

લવમેરેજ કરેલી માથાભારે પત્નીએ પ્રિન્સિપાલ પતિની આ રીતે કરે છે ધોલાઈ, વીડિયો જોઈને તમારી રાડ ફાટી જશે, બિચારો પતિ અરરર…..

આપણા દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને ઘણા બધા કાયદાઓ છે, તે છતાં પણ રોજ બરોજ મહિલાઓ ઉપર અત્યાચાર થવાની ખબરો આવતી જ રહે છે, પરંતુ હાલ એક એવી ખબર સામે આવી છે જેને લોકોમાં ચકચારી જગાવી દીધી છે, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પત્ની તેના પતિને માર મારતી જોવા મળી રહી છે.

મામલો સામે આવ્યો છે રાજસ્થાનના અલવરમાં ભીવાડીમાંથી. જ્યાં રહેતા એક શાળાના આચાર્યને કોર્ટે સુરક્ષા પુરી પાડી છે. આ રક્ષણ તેને કોઈ ગુંડા કે બદમાશથી બચાવવા માટે નહીં પરંતુ તેની પોતાની પત્નીથી બચાવવા માટે આપવામાં આવ્યું છે. લવ મેરેજ કરનાર સ્કૂલનો પ્રિન્સિપાલને તેની પત્ની હેરાન કરી રહી હતી. તેની પત્ની તેની સાથે રોજ મારપીટ કરતી હતી.

પરંતુ એક વર્ષ સુધી તે આ ત્રાસ સહન કરતો રહ્યો. પરંતુ જ્યારે પાણી માથા ઉપરથી વહેવા લાગ્યું ત્યારે તેનાથી બચવા માટે પતિએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. પરંતુ પત્નીએ તેની પણ દરકાર ન કરી અને માર મારતી રહી. પરંતુ જ્યારે ધીરજનો અંત આવ્યો ત્યારે તે જ સીસીટીવી ફૂટેજ સાથે પ્રિન્સિપાલે કોર્ટમાં રક્ષણ માટે અપીલ કરી. પત્નીના ત્રાસના આ વીડિયો જોઈને કોર્ટે પોલીસને પ્રિન્સિપાલને સુરક્ષા આપવા સાથે મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

સ્કૂલના પ્રિન્સિપાલ અજીત યાદવે સોનીપતની રહેવાસી એક મહિલા સાથે લવ મેરેજ કર્યા હતા. લવ મેરેજ પછી થોડા દિવસો સુધી જીવન સારું ચાલ્યું, પરંતુ તે પછી પત્નીની હેરાનગતિ શરૂ થઈ ગઈ. દિવસે ને દિવસે અત્યાચાર વધવા લાગ્યો. આ પછી પીડિત પ્રિન્સિપાલે ભિવડી કોર્ટમાં અરજી કરી ન્યાયની માંગ કરી, પોતાનું રક્ષણ માંગ્યું. પોલીસે હવે તેની સુરક્ષા માટે આદેશ જારી કર્યા છે.

હવે સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. ઘરમાં લાગેલા CCTVમાં અલગ-અલગ દિવસે રેકોર્ડ થયેલા ફૂટેજમાં શિક્ષકની પત્ની તેને મારતી જોવા મળે છે. ફૂટેજમાં પત્ની ક્યારેક તેને બેટથી તો ક્યારેક લાકડીથી મારતી જોવા મળે છે. અજિત યાદવે આરોપ લગાવ્યો છે કે ઘણી વખત તેમને લોખંડના તવા અને બેટથી મારવામાં આવ્યો છે. વીડિયો ફૂટેજમાં દંપતીનો 8 વર્ષનો પુત્ર પણ ઘરમાં આઘાતમાં જોવા મળે છે. પુત્રની સામે પણ મહિલા તેના પતિને ખરાબ રીતે મારતી જોવા મળે છે.

Niraj Patel