પતિની હત્યા કરી બેડ પર પટકી દીધી લાશ, પછી બોયફ્રેન્ડ સાથે એ જ બેડ પર લાશની બાજુમાં મનાવ્યા રંગરેલિયા

ગુજરાત સહિત દેશભરમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવે છે, જેમાં પતિ અથવા પત્નીના અન્ય સાથે સંબંધો હોય અને તેઓ તેને મેળવવા માટે પોતાના પાર્ટનરની હત્યા કરી દેતા હોય છે. ઘણીવાર દેશમાંથી એવા ખતરનાક કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે કે આપણા રુંવાડા પણ ઊભા થઇ જાય. હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી દીધી અને આટલું જ નહિ પરંતુ તેના પતિની લાશ હતી ત્યાં તેણે તેના બોયફ્રેન્ડ સાથે સંબંધો પણ બાંધ્યા. મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાંથી આ અવૈધ સંબંધોની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તમને જણાવી દઈએ કે અહીં એક મહિલાએ પહેલા પોતાના પ્રેમીને ઘરે બોલાવીને પતિની હત્યા કરી હતી. આ પછી બંનેએ ડેડ બોડી પાસે રાતભર રોમાન્સ પણ કર્યો હતો.

જો કે આ હત્યારા પ્રેમી યુગલ પોલીસથી છટકી શક્યું ન હતું અને પોલીસે આ બાબતનો ખુલાસો કરતા બંનેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ઘટના રાજગઢના બેરિયાખેડી ગામની છે. જ્યાં શનિવારે રાત્રે ગામમાં રહેતા યુવકની હત્યા કરવામાં આવી હતી. યુવકની ઓળખ 30 વર્ષીય રામ દિનેશ મીણા તરીકે થઈ હતી. રામ દિનેશની ઘરમાં ઘુસીને હત્યા કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, ઘરમાં ઘુસીને યુવકની હત્યા કરવામાં આવી હતી અને નજીકમાં સૂઈ રહેલી તેની પત્ની જ્યોતિએ પણ આંખ ખોલી ન હતી. આ જ કારણ હતું કે પોલીસને પત્ની પર શંકા ગઈ અને પોલીસે આ જ એંગલથી કેસની તપાસ શરૂ કરી.

જોકે, ઘરમાંથી મળી આવેલા તૂટેલા મોબાઈલથી હત્યા પરથી પડદો ઉંચકાયો હતો. રાજગઢના એસપીએ જણાવ્યું કે, 21 અને 22 જાન્યુઆરીની રાત્રે સુથલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બેરિયાખેડી ગામમાં રામદિનેશ મીણાની તેમના જ ઘરમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો પહેલી શંકા પત્ની પર ગઈ, કારણ કે જે સમયે દિનેશની હત્યા થઈ તે સમયે તેની પત્ની પણ ઘરમાં સૂતી હતી. પોલીસને પણ આ વાત પચતી ન હતી કે પત્ની ઘરમાં હોય અને પત્નીને ખબર ન પડી કે તેના પતિની હત્યા કરીને કોઈ જતું રહ્યુ. જ્યારે સ્ટેશન ઈન્ચાર્જએ આ મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરી તો તેમને સ્થળ પર એક તૂટેલો મોબાઈલ મળ્યો, જેના કારણે તેમને શંકા ગઈ.

જ્યારે પોલીસે મૃતકની પત્ની જ્યોતિની કડક પૂછપરછ કરી તો હત્યાના આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો.આરોપી મહિલા જ્યોતિ મીણાએ જણાવ્યું કે, તેના રહેતી ચૈન સિંહ લોઢા સાથે અવૈદ્ય સંબંધો હતા. જે તે જ ગામમાં રહેતો હતો. મહિલાને તેના પ્રેમીએ મોબાઈલ આપ્યો હતો જેનાથી તે તેની સાથે અવારનવાર વાત કરતી હતી. પરંતુ એક દિવસ પતિએ તેને મોબાઈલ પર વાત કરતા પકડી લીધી અને મોબાઈલ તોડી નાખ્યો. આ બાબતે બંને વચ્ચે ઘણો વિવાદ થયો હતો.

પ્રતિકાત્મક તસવીર

જ્યોતિએ જ્યારે આ વાત તેના પ્રેમીને જણાવી ત્યારે તેણે બીજો નવો મોબાઈલ લાવીને મહિલાને આપ્યો હતો. ત્યારબાદ બંનેએ મળીને દિનેશ મીણાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, 21-22 જાન્યુઆરીની રાત્રે જ્યારે પતિ રામદિનેશ ખાટલા પર સૂઈ ગયો હતો, ત્યારે આરોપી મહિલા તેના બે બાળકો સાથે બીજા માળે એક રૂમમાં સૂઈ ગઈ હતી. તે જ રાત્રે, મહિલાએ તેના પ્રેમીને ઘરે બોલાવ્યો અને તેના પતિના માથા પર લાકડી વડે સતત માર મારીને હત્યા કરી. પોલીસે આ કેસમાં આરોપી મહિલા જ્યોતિ મીના અને પ્રેમી ચૈન સિંહ લોઢાની ધરપકડ કરી છે. આ સાથે આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

Shah Jina