પતિને દગો આપી રહી હતી પત્ની, પતિએ રંગેહાથ ઝડપી બનાવ્યો વીડિયો

દિયર સાથે છુપી રીતે ફરી રહી હતી પત્ની, પાછળથી બાઇક પર આવ્યો પતિ અને વીડિયો બનાવી કર્યો ખુલાસો

બેવફાઇ એક પરિવારને તોડીને રાખી દે છે અને સંબંધો પણ બરબાદ થઇ જાય છે. અહીં સુધી કે પીડિત પોતાનો ગુસ્સો ખોઇ બેસે છે અને ઘણીવાર હિંસક પ્રતિક્રિયા આપે છે. જ્યારે કોઇ વ્યક્તિને ખબર પડે કે તેનો પાર્ટનર તેને દગો આપી રહ્યો છે તો આવી પ્રતિક્રિયાઓ સ્વાભાવિક છે. ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ તેની પત્નીને બીજા મર્દ સાથે બાઇક પર રંગે હાથ પકડે છે.

પકડાયા બાદ મહિલાની પ્રતિક્રિયા તો આશ્ચર્યજનક હશે જ પણ તેની સાથે જે હોય છે એટલે કે જેના માટે તે તેના પતિને દગો આપી રહી છે, તેની પણ પ્રતિક્રિયા આશ્ચર્યચકિત કરી દે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક વ્યક્તિ તેના મિત્ર સાથે બાઇક પર જોવા મળે છે. જો કે આ સમયે તે બીજા બાઇક પાસે આવે છે જેના પર એક પુરુષ અને એક મહિલા છે.

મહિલા પાસે જઇ તે વ્યક્તિ આરોપ લગાવતા કહે છે કે તારુ માસ્ક હટાવ, બાઇક પર આ બધુ ચાલી રહ્યુ છે. પોતાનો આપો ખોતા તે વ્યક્તિ મહિલાને મારે છે અને આના પર પત્ની આક્રમક પ્રતિક્રિયા આપે છે. વ્યક્તિ તેની પત્નીને કહે છે- શું તને શરમ આવે છે ? મને છોડી કોઇ બીજા સાથે તુ ફરી રહી છે ?

શું તે આ વિશે એકવાર પણ મને કહ્યુ. આ ઉપરાંત તે વ્યક્તિનો આરોપ છે કે તેની પત્નીએ તેને પરીક્ષા કેન્દ્ર સુધી છોડવા માટે નહોતુ કહ્યુ અને તેના રિલેટિવ ભાઇને આ વિશે પૂછ્યુ હતુ. જો કે, પત્ની આ આરોપોનું ખંડન કરે છે અને તેને ચેતવણી આપે છે કે તેને જે કરવું હોય એ કરે.અહીં સુધી કે તે વ્યક્તિની સાળીએ પણ તેને અપશબ્દ કહ્યા અને ચેતવણી આપી.

બીજી બાજુ વ્યક્તિ આત્મવિશ્વાસ સાથે કહે છે કે તેને તેની પત્નીના એક્સ્ટ્રા મેરિટલ અફેરની જાણ હતી અને તેણે ઘણા દિવસો બાદ આખરે તેને પકડી લીધી. જો કે, આ વીડિયોની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતુ નથી.

Shah Jina