ભારતના આ રાજ્યમાં ભાડે મળે છે છોકરી, વર્ષોથી ચાલી આવે છે પ્રથા

મા-બાપ જ એક વર્ષ માટે પોતાની છોકરીને વેંચે છે

આઝાદી પહેલા ભારતમાં રિવાજો અને પરંપરાઓના નામે ન જાણે કેટલાય કુરિવાજોને પ્રોત્સાહન આપવામાં આવતું હતું, પરંતુ આઝાદી પછી લોકોના વિચારોમાં થોડો ફેરફાર થયો. સાચા અને ખોટા વચ્ચેનો તફાવત લોકોની અંદર આવ્યો.

જેનું પરિણામ એ આવ્યું કે ધીમે ધીમે દેશમાં કુરિવાજો દૂર થયા. પરંતુ આજે પણ આવી કેટલીક પ્રથાઓ જોઈને એવું લાગે છે કે આપણે હજુ પણ ત્યાજ ઉભા છીએ જ્યાં આપણે 70 વર્ષ પહેલા હતા. આ સમયે આટલી બધી જાગૃતિ હોવા છતાં, દેશના ઘણા સ્થળોએ ઘણા કુરિવાજો જોવા મળે છે.

જ્યાં દેશમાં ‘બેટી પઢાવો બેટી બચાવો’નું સૂત્ર આપવામાં આવી રહ્યું છે, પરંતુ ઘણી જગ્યાએ આજે પણ દીકરીઓ વેચવામાં આવી રહી છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ ‘ધડીચા પ્રથા’ ની જે મધ્યપ્રદેશના શિવપુરી વિસ્તારમાં વર્ષોથી ચાલી રહી છે. આ પ્રથામાં, પુરુષો તેમની પસંદગીની છોકરીને 1 વર્ષ માટે તેમના ઘરે લઈ જાય છે.

એક રીતે, લોકો તેમની પુત્રીને એક વર્ષ માટે વેચે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમની દીકરીને આપવાના બદલામાં છોકરીનો પરિવાર સામેવાળા પક્ષ પાસેથી સારી એવી રકમ પણ લે છે. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં આ કુપ્રથાને ધડીચા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે છોકરીઓ અને મહિલાઓને ભાડે આપવા માટે અહીં એક બજાર ભરવામાં આવે છે. દૂર -દૂરથી ખરીદદારો પોતાના માટે પત્ની ભાડે લેવા આવે છે.

ડીલ ફાઈનલ થયા બાદ, ખરીદનાર પુરુષ અને વેચાનાર મહિલા વચ્ચે 10 થી લઈને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરાર કરવામાં આવે છે. અહીંના લોકો દર વર્ષે તેમની પુત્રીઓનો સોદો કરે છે, રસપ્રદ બાબત એ છે કે તેની રજિસ્ટરમાં નોંધણી પણ કરવામાં આવે છે. જો છોકરાને છોકરીને પસંદ આવી જાય તો તે ઉંચી કિંમત ચૂકવીને છોકરીને એક વર્ષથી વધુ સમય સુધી રાખી શકે છે. જો કે છોકરીએ એક વર્ષ કે તેથી વધુ સમય માટે પુરુષની પત્ની તરીકે રહેવું પડે. જો કે તેઓ સમયસર લગ્ન કરવાનું નક્કી કરે છે, તો તેમના લગ્ન કરાવી આપવામાં આવે છે.

વિચારવા જેવી વાત એ છે કે આજ સુધી આ દુષ્ટ પ્રથા સામે કોઈએ અવાજ ઉઠાવ્યો નથી. ન તો કોઈ વ્યક્તિ કે ન કોઈ પરિવારે કોઈની સામે કોઈ રિપોર્ટ નોંધાવ્યો છે. આ ઘટના પરથી લાગે છે કે આજે પણ આપણું ભારત ઘણું પાછળ છે. આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે છોકરીઓ પણ મનુષ્ય છે, તેમની પણ કેટલીક ઈચ્છાઓ હોય છે. તેથી આમ જ તેને કોઈના હાથમાં વેચવી ન જોઈએ. લોકોએ આ ‘ધડીચા સિસ્ટમ’ સામે અવાજ ઉઠાવવો જોઈએ અને તેનો વિરોધ કરવો જોઈએ.

Patel Meet