પતિએ પત્ની આપી એવી ભેટ કે પહેલા થઇ ગઈ ખુશ ખુશાલ, પણ જયારે હકીકત સામે આવી તો ગુસ્સામાં ભાગી ગઈ, જુઓ વીડિયો

પતિની સરપ્રાઈઝ જોઈને ખુશ થઇ ગઈ પત્ની, પણ રસોડામાં જોયું એવું કે આવી ગયો ગુસ્સો, જુઓ વીડિયોમાં

સોશિયલ મીડિયાની અંદર પતિ પત્નીને લઈને ઘણા બધા જોક્સ પણ બનતા હોય છે, અને આવા જોક્સ વાયરલ પણ થતા હોય છે, ત્યારે હાલનો સમય સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા ઉપર પતિ પત્નીના જોક્સ ઉપર જ ઘણા વીડિયો પણ બનવા લાગ્યા છે, જેને વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પતિ પોતાની પત્નીને ભેટ આપી રહ્યો છે, જેને જોઈને પત્ની પણ ખુબ જ ખુશ થઇ જાય છે, પરંતુ જયારે હકીકત સામે આવે છે ત્યારે પત્નીને પણ ગુસ્સો આવે છે અને ગુસ્સામાં જ તે બધું વીંખી અને ચાલી જાય છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે મહિલા ક્યાંકથી પોતાના ઘરે પાછી ફરી રહી છે. જેવી જ તે દરવાજો ખોલે છે કે તરત તેના પતિ દ્વારા તેનું સ્વાગત કરવા માટે જમીન ઉપર ગુલાબના ફૂલ પાથરેલા જુએ છે, જેને જોઈને તે ખુબ જ ખુશ થઇ જાય છે. આગળ જતા રસોડાના દરવાજા ઉપર એક રીબીન પણ તે બાંધે છે. અને કાતર આપીને પત્ની પાસે તે રીબીન પણ કપાવે છે.

રીબીન કાપ્યા બાદ પત્ની વધારે ખુશ થતી જોવા મળે છે અને તે પાથરેલા ફૂલના રસ્તાની વચ્ચે જ આગળ ચાલતી જાય છે, અચાનક રસોડામાં તેને એક સરપ્રાઈઝ મળે છે તે જોઈને જ પત્નીને ગુસ્સો આવે છે અને તે પોતાનું પર્સ ફેંકી દે છે અને ફૂલોને વીંખીને ચાલતી થઇ જાય છે. કારણ કે તેના પતિએ તેને સરપ્રાઈઝમાં વાસણનો ઢગલો આપ્યો હોય છે, જેને જોઈને પત્નીને ગુસ્સો આવે છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Niraj Patel