રાજકોટ: પતિ સાથે કરી રહી હતી GPSCની તૈયારી, શંકાસ્પદ હાલતમાં થયુ પરણિતાનુ મોત

ગુજરાતમાં ઘણીવાર હત્યા અને આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. ઘણીવાર કોઇ કારણોસર હત્યા કરી દેવામાં આવતી હોય છે, તો ઘણીવાર આપઘાત કર્યાની પણ ઘટનાઓ સામે આવતી રહે છે. હાલમાં જે ઘટના સામે આવી છે તેમાં એવું છે કે એક પરણિતા તેની પતિ સાથે GPSCની તૈયારી કરી રહી હતી ત્યારે 13 તારીખના રોજ તે લાઇબ્રેરીથી ઘરે જવા નીકળી હતી અને ત્યારે તે શંકાસ્પદ હાલતમાં બેભાન મળી આવી હતી, જે બાદ તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતુ. પરણિતા સાથે શુ થયુ તેની હાલ તો કોઇ જાણકારી સામે આવી નથી. તેનું મોત કયા કારણોસર થયુ તે દિશામાં પોલિસ તપાસ કરી રહી છે. પોલિસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના રાજકોટની છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ઘટનાની વિગત તપાસીએ તો, 13 જાન્યુઆરી ગુરુવારના રોજ રાત્રે શાપરના કિસાન ગેટ નજીક એક યુવતિ અર્ધબેભાન હાલતમાં પડી હોવાની જાણ 108 સુધી પહોંચી હતી અને તેને તે બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જયાં ડોક્ટરોએ તેનું નામ અને સરનામુ પૂછવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે કંઇ બોલી શકી ન હતી. આ દરમિયાન થોરાળા પોલિસમાં દૂધ સાગર રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રહેતી શીતલ ચનિયારા ગુમ થયાની જાણ થઇ હતી ત્યારે તે આધારે તપાસ કરતાં અર્ધબેભાન મળેલી યુવતી શીતલ હોવાનું સ્પષ્ટ થયું હતું. તે બાદ તેને સિવિલમાંથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

મૃત્યુના માવતર બાબરા રહે છે. તેનાં મહેશ ચનિયારા નામના યુવક સાથે ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. શીતલ અને તેનો પતિ મહેશ બંને GPSCની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતાં. શીતલ દરરોજ બપોર બાદ ઘરેથી માલવિયા ચોક પાસેની લાઇબ્રેરીમાં વાંચવા જતી હતી અને સાંજે છ વાગ્યા આસપાસ પરત આવતી હતી. 13 જાન્યુઆરીના રોજ લાઇબ્રેરીએ ગયા બાદ તે પાછી ન આવી ત્યારે તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને બાદમાં ગુમ થયાની પોલીસને જાણ કરાઇ હતી.

મૃતક છેલ્લે ભૂતખાના ચોકમાંથી કોઇ રિક્ષામાં બેઠી હતી. એમાં અન્ય બે મહિલા પણ હતી. જોકે શાપરના કિસાન ગેટ સુધી તે કઇ રીતે પહોંચી ? અને બેભાન કેવી રીતે થઇ ? આ બધા મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

Shah Jina