સુરતમાં ચોરીના ઇરાદે થયેલા ક્લાર્કની હત્યાનો ભેદ ઉકેલાયો, પત્નીએ જ પ્રેમીને ચોરના વેશમાં બોલાવીને પતિનું કાસળ કાઢી નખાવ્યું, રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

એના ગામમાં મકાન માલિકની હત્યા બાદ લૂંટની ઘટનામાં નવો વળાંક, પ્રેમમાં અંધ બનેલી પત્નીએ જ આશિક સાથે મળીને પતિને પતાવી નાંખ્યો

Wife Played Murderous Game In Love Affair : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે, ઘણા લોકોની અંગત અદાવતમાં તો કોઈની પ્રેમ સંબંધોના કારણે હત્યા થઇ જતી હોય છે. સુરતમાંથી બે દિવસ પહેલા એવી જ એક હત્યાનો મામલો સામે આવ્યો હતો. જેમાં શાળાના ક્લાર્કની હત્યા થઇ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ હત્યા ચોરીના ઇરાદે થઇ હતી અને ચોરે સોનાના દાગીના લૂંટી અને ઘરના મોભીની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. પરંતુ હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

ચોરે ગળું દબાવીને કરી હતી હત્યા :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પલસાણામાં આવેલ શિવાલિક સોસાયટીમાં રહેતા અને પલસાણાની કેળવણી મંડળ શાળામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય રાકેશભાઈ ઈશ્વરભાઈ નાયક રાત્રે પોતાની પત્ની અને દીકરા-દીકરી સાથે ઘરના પહેલા માળે સુઈ રહ્યં હતા. આ દરમિયાન ચોરે ઘરનો દરવાજો ખોલીને રાકેશભાઈના મોઢા પર કોઈ  પછી મોઢું દબાવી હત્યા કરી નાખી હતી, આ દરમિયાન તેમની દીકરી ઉઠી જતા તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપીને ચૂપ કરી દેવામાં આવી હતી.

પત્નીએ પ્રેમી સાથે મળીને બનાવ્યો હતો પ્લાન :

જેના બાદ ચોર રાકેશભાઈનું લેપટોપ અને સોના ચાંદીના દાગીના સમેત અઢી લાખનો મુદ્દામાલ ચોરીને ફરાર થઇ ગયો હતો. આ ઘટના અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે મામલે તાપસ હાથ ધરી હતી, જેમાં પોલીસને શંકા જતા ઉલટ તપાસ હાથ ધરી અને મૃતકની પત્ની શ્વેતાની 4 કલાક સુધી પુછપરછ કરતા તેને પોતનાઓ ગુન્હો કબૂલી અને આખી ઘટન જણાવી હતી. શ્વેતાએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

પરિવારને ઘેનની દવા આપી સુવડાવી દીધા હતા :

પુછપરછમાં એ પણ સામે આવ્યું હતું કે શ્વેતા નાયક અને તેના પ્રેમી વિપુલ કહારે પહેલાથી જ રાકેશની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ પહેલા પણ તેમને રાકેશની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વખતે તેઓ સફળ થયા નહોતા. ત્યારે આ વખતે પત્ની શ્વેતાએ પરિવારના સભ્યોને રાત્રે ઘેનીની ગોળી સોડામાં ભેળવીને પીવડાવી દીધી હતી. પરંતુ દીકરીએ સોડા ના પીધી હોવાના કારણે તે જાગી ગઈ. રાકેશને તેની પત્નીના વિપુલ સાથેના સંબંધોની જાણ થઇ ગઈ હતી અને તેના કારણે જ બંને વચ્ચે ઝઘડા થતા પત્ની અને પ્રેમીએ પતિનો કાંટો કાઢી નાખવાનો કારસો રચી નાખ્યો. હાલ પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

Niraj Patel