‘તુ હૈ તો મુજે ફિર ઔર ક્યા ચાહિએ…’ Zomato ડિલીવરી બોય સાથે સાઇકલ લઇને કદમથી કદમ મળાવી ચાલતી જોવા મળી પત્ની- જુઓ વીડિયો

‘તેરા સાથ હૈ તો મુજે ક્યા કમી હૈ…’ Zomato ડિલીવરી બોય સાથે કદમથી કદમ મળાવતી જોવા મળી પત્ની, દિલ જીતી લેશે વીડિયો

Zomato Delivery Boy Viral Video: અમીર હોય કે ગરીબ, દરેકનું જીવન સંઘર્ષથી ભરેલું હોય છે. પરંતુ જો સારી કંપની હોય તો મુશ્કેલ સમય પણ સરળતાથી પસાર થઈ જાય છે. ખાસ કરીને વિવાહિત જીવનમાં, જ્યારે હાથ પકડીને ચાલતો જીવનસાથી મળે છે, તો સૌથી મોટું દુ:ખ હોય તો તે પમ દૂર થઇ જાય છે. કોઈકે સાચું જ કહ્યું છે કે જીવનનું બીજું નામ સંઘર્ષ છે. દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે. પરંતુ જો તમને યોગ્ય જીવનસાથી મળી જાય તો જીવનનો આ માર્ગ ખૂબ જ સરળ બની જાય છે.

જો તમારો પાર્ટનર સારો છે તો તમારો મુશ્કેલ સમય પણ ખુશીથી પસાર થાય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં કોઈ એવું હોવું જોઈએ જેની સાથે તે ખુલીને વાત કરી શકે, સારો અને ખરાબ સમય સાથે વિતાવી શકે. પરંતુ આજના સમયમાં આવું ભાગ્યે જ જોવા મળે છે. આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ Zomato ટી-શર્ટ પહેરી છે અને તે એક બાળકને ખોળામાં લઈ રહ્યો છે. તેની સાથે તેની પત્ની સાઈકલ લઈને તેના કદમથી કદમ મળાવી ચાલી રહી છે. સાયકલ પર Zomato બેગ રાખવામાં આવી છે. આ જોઈને મનમાં એક જ વિચાર આવે છે કે જો તમારો પાર્ટનર સારો હોય તો મુશ્કેલ સમય પણ ખુશીથી પસાર થાય છે. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

તેની સાથે કેપ્શન લખ્યું છે – આ ‘સ્ત્રી’ છે સર ! જ્યારે નિભાવવા પર આવે તો પૂરી જિંદગી ગટરમાં પડેલા દારૂડિયા પતિ સાથે વિતાવી દે, નહીંતર છોડવા પર આવે તો બિલ ગેટ્સને પણ છોડી દે. આ વીડિયોને લાખો લોકો જોઇ ચૂક્યા છે અને હજારો લોકોએ તેને પસંદ કર્યો છે. ત્યાં ઘણા લોકો આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Shah Jina