હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં શહીદ થયેલ કુલદીપ સિંહને પત્નીએ આપી મુખાગ્નિ, રડતા રડતા કહ્યુ- આઇ લવ યુ કુલદીપ…

તામિલનાડુના કૂન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત 13 લોકોના નિધન થયા હતા. શનિવારે રાજસ્થાનના જુનજુનુંમાં આવેલા વતનમાં શહીદ સ્ક્વોડ્રન લીડર કુલદીપ સિંહ રાવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહીદના અંતિમ સંસ્કારમાં ઘરની છતથી લઈ માર્ગો સુધી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.  શહીદની પત્નીની હાલત જોઈ સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમને વિદાય આપવા માટે ઘણા લોકો ઉમટી પડ્યા હતા. કુલદીપ સિંહની અણધારી વિદાયથી આખું ગામ હિબકે ચડ્યું હતુ. શહીદની પત્નીનું હૈયાફાટ રૂદન જોઇ બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા.

શહીદના સન્માનમાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને નારા પણ લગાવવામાં આવ્યા હતા. તેમના આક્રંદે સૌ કોઈને રડાવી દીધા. ઉલ્લેખનીય છે કે, કુલદીપ સિંહનો પાર્થિવ દેહ દિલ્હીથી એરફોર્સના વિમાનમાં આવ્યો હતો અને પત્ની યશ્વિની અને કુલદીપની બહેન પણ સાથે આવ્યા હતા. તેમની પત્ની યશ્વિની સેનાના ટ્રકમાં રાખવામાં આવેલા પાર્થિવ દેહને એક નજરે જોઈ રહ્યા હતા. માતાએ પણ દીકરાની તસવીરને ચુંબન કર્યું અને સેલ્યુટ કર્યુ હતુ. કુલદીપ સિંહની પત્ની યશ્વિની ચુપ-ચુપ હતા તેઓ કંઈ જ બોલતા ન હતા. પતિના નિધનથી તેમને ઘણો ધ્રાંસકો લાગ્યો હતો. તેમની ચિતાને જયારે મુખાગ્નિ આપવામાં આવી ત્યારે જય હિંદના જયઘોષથી વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું.

યશ્વિનીએ શહીદ પતિને સેલ્યુટ કર્યુ અને જય હિંદનો નારો લગાવ્યો તે બાદ તેઓએ અચાનક જ રડતા અવાજે કહ્યું- આઇ લવ યુ કુલદીપ. મૈ તુમ સે બહુત પ્યાર કરતી હું. પતિની ચિતા પર યશ્વિનીનું હૈયાફાટ રૂદન બધાના દિલમાં હજી સુધી પણ ગૂંજતું રહ્યું હશે.કુલદીપ સિંહની માતાએ દીકરાની તસવીરને ચુંબન કર્યું. આંખોમાં આંસુ ભરેલા હતા, પણ દેશ માટે દીકરાના કરજનો અહેસાસ પણ હતો.

શહીદના અંતિમ સંસ્કારમાં ઘણી મહિલાઓ પણ સામેલ થઈ હતી, કેટલીક મહિલાઓ પોતાના નાના નાના બાળકો સાથે આવી હતી. બહેન પણ દિલ્હીથી તેમના ભાઈ કુલદીપના પાર્થિવ દેહ સાથે ગામ પહોંચી હતી. અહીં માતા-પિતાને હિંમત આપી. ઘરેથી જ્યારે કુલદીપનું પાર્થિવ શરીર અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવતું હતું ત્યારે દીકરીએ પિતાને સંભાળ્યા. જયારે શહીદની અંતિમ યાત્રા ગામમાંથી પસાર થઈ રહી હતી ત્યારે લોકોએ ફૂલ વરસાવ્યા હતા. ઘરની છતો પર લોકો અંતિમ દર્શન કરવા રાહ જોતા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina