શ્યામ રંગ હોવાને કારણે મહિલાએ પોતાના પતિ પર પેટ્રોલ છાંટી જાનથી મારી નાખ્યો, કોર્ટે સંભળાવ્યો આ નિર્ણય

પતિના રંગથી હતી ચિઢ, પત્નીએ જીવતો સળગાવી મારી નાખ્યો, કોર્ટે આપી આ સજા

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે, જે ચોંકાવનારા હોય છે. ત્યારે હાલમાં યુપીના સંભલ જિલ્લામાંથી ચકચારી જગાવતો મામલો ચર્ચામાં છે. કોર્ટે પતિને જીવતો સળગાવવાના કેસમાં દોષિત પત્નીને આજીવન કેદની સજા ફટકારી છે. હત્યારી પત્નીને સજા ફટકારતી વખતે કોર્ટે 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. પતિનો રંગ શ્યામ હોવાને કારણે પત્નીએ તેને જીવતો સળગાવી દીધો. જો કે કોર્ટના ચુકાદા બાદ પોલીસે આરોપી મહિલાને જેલમાં ધકેલી હતી.

પત્નીનો નહોતો પસંદ પતિનો શ્યામ રંગ

બીજી તરફ મૃતકના ભાઈએ કોર્ટના નિર્ણયને આવકારી આભાર માન્યો હતો. 15 એપ્રિલ 2019ના રોજ, કુઢફતેહગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના બિચેટ્ટા ગામના રહેવાસી સત્યવીર સિંહને જીવતો સળગાવી દેવાની ઘટના બની હતી. મૃતકના ભાઇએ મૃતકની પત્ની પ્રેમશ્રી પર આરોપ લગાવ્યો હતો. જે પછી તેની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો. પરિવારજનોનો આરોપ છે કે લગ્ન બાદથી પ્રેમશ્રી તેના પતિ સત્યવીરને કાળા રંગના કારણે વારંવાર ટોણા મારતી હતી અને તેને કાળો-કાળો કહીને બોલાવતી હતી.

પતિને જીવતો સળગાવી મારી નાખ્યો

જ્યારે પોલીસે ઘટનાની તપાસ પૂરી કરી ત્યારે સંભલ જિલ્લાના ચંદૌસી સ્થિત કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ. જ્યાં મૃતક યુવક સત્યવીરના પરિવારજનોએ કોર્ટમાં કેસની સતત વકીલાત કરી હતી. ત્યારબાદ 4 વર્ષ સુધી કેસની સુનાવણી ચાલ્યા પછી સોમવારે સંભલ જિલ્લા કોર્ટના એડિશનલ સેશન્સ જજે મૃતકની આરોપી પત્નીને હત્યાના ગુનામાં દોષી ઠેરવી ચૂકાદો આપ્યો. સેશન્સ જજ અશોક કુમાર યાદવે મૃતક સત્યવીર સિંહની પત્ની પ્રેમશ્રીને તેના પતિની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી અને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો.

કોર્ટે આપી ઉમ્રકેદની સજા

ત્યાં આ ચુકાદા પછી મૃતક સત્યવીર સિંહના ભાઈએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું અને આભાર પણ માન્યો. મૃતકના ભાઇ અનુસાર, પ્રેમશ્રી ઘરમાં વાસણો પણ સાફ નહોતી કરતી અને કાળા રંગના કારણે તેના પતિને વારંવાર ટોણા પણ મારતી. જ્યારે પરિવારના લોકો ઘરે નહોતા ત્યારે પ્રેમશ્રીએ તેના પતિ પર પેટ્રોલ છાંટી તેને જીવતો સળગાવી દીધો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina