પતિ બોલતો હતો દીકરી મારી નથી, પત્નીએ કરી આત્મહત્યા : 7 મહીના પહેલા થઇ હતી દીકરી

નફ્ફટ પતિ કહેતો કે આ દીકરી મારી નથી, અપમાનનો ઘૂંટ પીને જીવન જીવતી પરિણીતાએ કરી આત્મહત્યા અને છેલ્લે પતિ…

દેશભરમાંથી આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. કેટલીક મહિલાઓ પતિ અને સાસરીપક્ષથી કંટાળી આપઘાત કરી  લેતી હોય છે તો કેટલીક મહિલાઓ દહેજને કારણે આપઘાત કરતી હોય છે. કેટલીક મહિલાઓ તેના પતિ દ્વારા અપાતા માનસિક ત્રાસને કારણે પણ જીવન ટૂંકાવી લેતી હોય છે. ત્યારે એક એવી ઘટના રાજસ્થાનના પાલી જિલ્લાના ફાલનામાંથી સામે આવી છે. જેમાં એક 24 વર્ષિય પરિણિતાએ દહેજ અને પતિના મેણા-ટોણાથી તંગ આવીને આપઘાત કરી લીધો છે. આ ઘટના લગભગ 20 દિવસ પહેલાની છે.

પરિણિતાની 7 મહીનાની દીકરી છે. તેનો પતિ હંમેશા કહેતો કે  તે તેની દીકરી નથી. સાસરીવાળા તેની સાથે મારપીટ પણ કરતા હતા. આનાથી તે ડિપ્રેશનમાં આવી ગઇ હતી અને ઝહેર ખાઇ તેણે જીવન ટૂંકાવી લીધુ. લાશનું પોસ્ટમોર્ટમકરાવી તેના પિયરવાળાને સોંપવામાં આવી હતી. તેનો અંતિમ સંસ્કાર પણ પિયરપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા.

પોલિસ અનુસાર ફાલનાના ઇંદિરા કોલોની નિવાસી મહિલાના લગ્ન બે વર્ષ પહેલા ફાલનામાં જ રહેતા યુવક સાથે થયા હતા. તે રેલવેમાં નોકરી કરતો હતો. પરિણિતાએ બીએસસી-બીએડ કર્યુ છે. તે તેના પિતાની જેમ ટીચર બનવા માંગતી હતી. પરિણિતાને એક દીકરી છે અને તેને લઇને જ તેનો પતિ હંમેશા તેને મેણા ટોણા મારતો હતો કે તે તેની દીકરી નથી. આ માટે તેને મળવા નહિ આવે. મહિલાના પિતાએ જણાવ્યુ કે, તેના સાસરાવાળા તેને દહેજ માટે પરેશાન કરતા હતા.

ઘણીવાર તેની સાથે મારપીટ કરતા હતા. દીકરીની  મોત બાદ પિતાએ ફાલના પોલિસ સ્ટેશનમાં  કેસ દાખલ કરાવ્યો હતો. પોલિસે તપાસ પણ શરૂ કરી દીધી છે. પરિણિતા લગભગ ત્રણ-સાડા ત્રણ મહિનાથી તેના માતા-પિતાના ઘરે જ રહેતી હતી. તે આપઘાત પહેલા તેના રૂમમાં ચાલી ગઇ હતી. ઘરમાં જ બધા હતા. ઘણીવાર સુધી તે જયારે બહાર ન આવી તો તેના માતા-પિતાએ તેને બૂમ પાડી હતી. તેમણે દરવાજો ખોલ્યો તો તે રૂમમાં મૃત અવસ્થામાં પડી હતી, તેને જલ્દી જ હોસ્પિટલ લઇ જવામાં આવી પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી હતી.

પરિણિતાના પિતાએ જણાવ્યુ હતુ કે, તે ટીચર બનવા માંગતી હતી અને કોચિંગ માટે તેના સાસરાવાળાએ એ કહીને ના પાડી દીધી કે તેમને નોકરી વાળી વહુ જોઇતી નથી. બધુ જાણવા છત્તાં પણ પતિએ સાથ ન આપ્યો.  લગ્ન બાદ ફેબ્રુઆરી 2021માં પરિણિતાએ દીકરીને જન્મ આપ્યો. પિતાએ તેના સાસરીવાળાને ખબર પણ કરી પરંતુ તેઓ 2 કિમી દૂર હોવા છત્તાં પણ ન આવ્યા.

Shah Jina