બર્થ ડે મનાવવા માટે દુબઇ ના લઇ ગયો પતિ તો પત્નીએ મારી નાખ્યો, 6 વર્ષ પહેલા થયા હતા લવ મેરેજ

પુણેમાં પત્નીએ પતિને માર્યો મુક્કો, થયુ મોત : જન્મદિવસ પર દુબઇ ન લઇ ગયો અને એનિવર્સરી પર ગિફ્ટ ન આપી એટલે હતી નારાજ

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે. ત્યારે હાલમાં મહારાષ્ટ્રના પુણેમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો. અહીં એક પત્નીએ તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધો, અને કારણ એટલું જ હતુ કે તે તેને જન્મદિવસ પર દુબઇ નહોતો લઇ ગયો. તે જન્મદિવસની ગિફ્ટના રૂપમાં એ ઇચ્છતી હતી. જ્યારે તેની ઇચ્છા પૂરી ન થઇ તો તેણે પતિ સાથે ઝઘડો કર્યો અને મામલો ત્યારે વધારે ગંભીર થઇ ગયો જ્યારે પત્નીએ પતિની પિટાઇ કરી દીધી.

મૃતકની ઓળખ કંસ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના કારોબારી નિખિલ ખન્નાના રૂપમાં થઇ છે. નિખિલે રેણુકા સાથે 6 વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. ઘટનાની જાણ થતા વનાવડી પોલિસ સ્થળ પર પહોંચી અને આરોપી પત્નીની ધરપકડ કરી. એક અધિકારી અનુસાર, આ ઘટના શુક્રવાર બપોરની છે. બંને વચ્ચે આ વાતને લઇને ઝઘડો થયો હતો કે નિખિલ રેણુકાને તેનો જન્મદિવસ મનાવવા દુબઇ ના લઇ ગયો અને તેને મોંઘી ગિફ્ટ ના આપી.

રેણુકા નિખિલથી આ વાતને લઇને પણ નારાજ હતી કે કોઇ સંબંધીના જન્મદિવસ પર તે દિલ્લી જવા માગતી હતી પણ તેને અનુમતિ નહોતી મળી.પોલિસે જણાવ્યુ કે, લડાઇ દરમિયાન રેણુકાએ નિખિલના ચહેરા પર મુક્કા માર્યા અને આને કારણે નિખિલનું નાક અને કેટલાક દાંત તૂટી ગયા. વધારે લોહી નીકળવાને કારણે નિખિલ બેહોંશ થઇ ગયો હતો.

આ ઉપરાંત બંનેની મેરેજ એનિવર્સરી હતી અને તે દિવસે રેણુકાને તેના પતિ પાસેથી ગિફ્ટ મળવાની ઉમ્મીદ હતી પણ નિખિલે કોઇ ગિફ્ટ ન આપી અને આના કેટલાક દિવસ બાદ રેણુકા તેના એક સંબંધીના જન્મદિવસ પર દિલ્લી જવા માગતી હતી. પણ નિખિલે તેને હા ના પાડી. આ બધા મુદ્દા પર શુક્રવારે એટલે કે 24 નવેમ્બરે બંને વચ્ચે બહેસ થઇ અને વાત એટલી વધી ગઇ કે રેણુકાએ નિખિલના ચહેરા પર જોરદાર મુક્કો માર્યો.

Shah Jina