સોશિયલ મીડિયામાં પત્ની બનાવતી હતી ગંદી રીલ, પતિએ રોકટોક કરતા સાસરિયાઓ જમાઈને ઉતારી દીધો મોતને ઘાટ, જાણો સમગ્ર મામલો

પત્નીને રીલ બનાવવાથી રોકી તો સાસરિયાઓએ જમાઈની કરી નાખી હત્યા, ફોન કોલથી ખુલી પોલ – વાંચો સમગ્ર મામલો

Wife Killed Husband For Making Reels : આજે જમાનો સોશિયલ  મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર દરેક  વ્યક્તિ સોશિયલ મીડિયા દ્વારા ફેમસ થવા માંગે છે, જેમાં તમે ઘણા વીડિયોમાં જોયું હશે કે યુવતીઓ અને મહિલાઓ ટ્રેન્ડિંગ ગીતો પર બોલ્ડ  ગીતો પર ડાન્સ કરીને વાયરલ પણ થઇ જતી હોય છે. ઘણીવાર આવું કરવું મુસીબતને પણ નોતરું આપે છે. આવા વીડિયો બનાવવાના કારણે પરિવારમાં પણ ઝઘડા થતા હોય છે, ત્યારે હાલ એક એવી જ ઘટના સામે આવી છે જેમાં પતિએ પત્નીને રીલ બનાવવાનું ના કહેતા પતિનું કાસળ કાઢી નાખ્યું.

રીલ બનાવતી હતી પત્ની :

આ ઘટના સામે આવી છે બિહારના બેગુસરાયમાંથી. જ્યાં પત્નીને રીલ બનાવતા અટકાવવા બદલ પતિને ફાંસી આપવામાં આવી હોવાના અહેવાલ છે. આ ઘટના ખોડાબંધપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફાફૌત ગામમાં બની હતી. મૃતકની ઓળખ સમસ્તીપુર જિલ્લાના વિભૂતિપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નરહન ગામના રહેવાસી રામપ્રવેશ રાયના પુત્ર 25 વર્ષીય મહેશ્વર કુમાર રાય તરીકે થઈ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી આપી કેસની તપાસ શરૂ કરી છે.

પતિએ મર્યાદામાં રીલ બનાવવાનું કહ્યું :

ઘટના અંગે મૃતકના પિતા રામપ્રવેશ રાયે જણાવ્યું કે તેમના પુત્ર મહેશ્વરના લગ્ન 6-7 વર્ષ પહેલા ફાફૌટના રહેવાસી પંડિત જીની પુત્રી રાની કુમારી સાથે થયા હતા. બંનેનો 5 વર્ષનો પુત્ર સુશાંત પણ છે. મહેશ્વર કોલકાતામાં મજૂરી કામ કરતો હતો અને તાજેતરમાં જ ઘરે ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી રામપ્રવેશની પુત્રવધૂ રાની કુમારી ઈન્સ્ટાગ્રામ પર ઘણી ધૂમ મચાવતી હતી. તેના પુત્રએ તેનો વિરોધ કર્યો. પરંતુ તેની પત્ની તેની વાત માનવા તૈયાર ન હતી.

ફાંસી આપીને લઇ લીધો જીવ :

દરમિયાન રવિવારે રાત્રે નવ વાગ્યાના સુમારે મહેશ્વર તાબડતોબ તેના સાસરે ગયો હતો. રાત્રે લગભગ સાડા દસ વાગે કોલકાતામાં રહેતા રામપ્રવેશ રાયના બીજા પુત્ર રૂદલે તેના ભાઈને ફોન કર્યો ત્યારે અન્ય કોઈએ ફોન ઉપાડ્યો અને ત્યાં ભારે હોબાળો થયો. જે બાદ તેણે ફોન કરીને પરિવારજનોને જાણ કરી હતી. જ્યારે પરિવારના સભ્યો ફફૌટ પહોંચ્યા ત્યારે સાસરેથી બધા ગાયબ હતા અને લાશ પડી હતી. આ પછી, માહિતી મળ્યા પછી, પોલીસ પહોંચી અને તપાસ કર્યા પછી મૃતદેહને કબજામાં લીધો.

પત્નીના હતા અનૈતિક સંબંધો :

મૃતકના પિતા મહેશ્વર રાયે આરોપ લગાવ્યો છે કે રીલ બનાવવાનો વિરોધ કરવા બદલ તેમના પુત્રને ફાંસી આપવામાં આવી હતી. મૃતકના પરિવારજનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે મહેશ્વરની પત્નીના અનૈતિક સંબંધો હતા. આ લોકોનું કહેવું છે કે અમે બધા પહોંચ્યા ત્યારે ચાર-પાંચ યુવકોએ મૃતદેહને હોસ્પિટલ લઈ જવાના બહાને તેનો નિકાલ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.

Niraj Patel