ખબર

પતિ પત્ની સાથે બિયરની મઝા માણતા હતા, પછી પત્નીએ પતિ સાથે કર્યું કઈ એવું કે સૌના હોશ ઉડી ગયા

પત્ની બોલી કે મને બીયર પીવાની ઈચ્છા થઈ રહી છે તો તરત જ પતિ તૈયાર થયો અને બન્ને બિયરની મોજ કરી પછી જે થયું જાણીને તમને ઝાટકો લાગશે

પતિ પત્નીના સંબંધોમાં વિશ્વાસ ખુબ જ જરૂરી છે, જો સંબંધમાં વિશ્વાસ ના હોય તો એ સંબંધ ક્યાં જઈને તૂટી જાય એ પણ કઈ કહી શકાય અને અને ઘણીવાર આવા વિશ્વાસ વગરના સંબંધો અને પતિ અથવા પત્નીમાંથી કોઈ જો દગો આપતું હોય ત્યારે સંબંધ કઈ હદ સુધી પહોંચી જાય છે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.

આવી જ એક ઘટના બની છે ઉત્તરાખંડના ટ્રાંજિન્ટ કેમ્પની અંદર જ્યાં પતિ અને પત્ની સાથે બેસીને બિયરની મઝા માની રહ્યા હતા અને અચાનક પત્નીએ તેના પતિ સાથે એવું કર્યું કે જાણીને સૌના હોશ ઉડી જશે.

પત્નીને એક બીજા યુવક સાથે પહેલાથી જ સંબંધો હતા, તે તેના પ્રેમને છોડવા નહોતી માંગતી માટે તેને પોતાના જ પતિને રસ્તામાંથી હટાવવાનું નક્કી કરી લીધું અને બન્યું એમ કે શુક્રવારની રાત્રે પત્નીને બિયર પીવા માટેની ઈચ્છા તેના પતિ સમક્ષ વ્યક્ત કરી, તો પતિને તે વાતથી કોઈ વાંધો ના આવ્યો અને બંને સાથે બેસીને બિયર પીવા લાગ્યા.

પરંતુ પતિને રસ્તામાંથી હટાવવાનું કાવતરું કરીને બેઠેલી તેની પત્નીએ બિયરની અંદર ઊંઘની ગોળીઓ પણ ભેળવી દીધી હતી. જેની તેના પતિને પણ જાણ નહોતી. જયારે પતિ બિયર પીધા બાદ બે ભાન થઇ ગયો ત્યારે પત્નીએ તેના પ્રેમી અને પ્રેમીના મિત્રોને ઘરમાં બોલાવી લીધા અને તેના પતિની તમંચાથી ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

ગોળી માર્યા બાદ તે લોકો ત્યાંથી ભાગી ગયા અને મહિલાએ ષડયંત્ર પ્રમાણે તેના પ્રેમી અને મિત્રોના ભાગ્ય બાદ બૂમો પાડવાની શરૂ કરી દીધી અને કહેવા લાગી કે બદમાશોએ તેના પતિની હત્યા કરી નાખી છે, પરંતુ તેનું આ ષડયંત્ર લમ્બો સમય સુધી ચાલ્યું નહીં અને સમગ્ર હકીકત બહાર આવી ગઈ.

પોલીસે ઘટનાની તપાસ કરતા તેની જ પત્ની ધ્વરા આ સમગ્ર ષડયંત્ર રચવાનું સામે આવ્યું, પોલીસે મૃતકની પત્ની સમેત તેના પ્રેમી અને તેના મિત્રોની પણ ધરપકડ કરી લીધી છે. મૃતકની પત્નીને લાંબા સમયથી એક યુવક સાથે પ્રેમ સંબંધો ચાલી રહ્યા હતા જેની જાણ પણ મૃતક પતિના પરિવારજનોને થઇ ગઈ હતી. તેમને પંચાયત બોલાવીને મામલાને પૂર્ણ કરવાનું વિચાર્યું પણ મૃતકની પત્ની તેના પ્રેમીને છોડી શકી નહીં, તેના પતિએ પણ તેને સમજાવી છતાં તે માની નહિ અને અંતમાં તેને તેના પતિને જ રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડી નાખ્યું.

Author: GujjuRocks Team