સુરત: માનવતાને શર્મસાર કરનારી ઘટના, દીકરાએ પગ પકડ્યા અને પત્નીએ હાથ, જમાઈએ મોબાઈલના વાયરથી ગળે ટુંપો આપીને સસરાને પતાવી દીધો

દીકરાએ પગ પકડ્યા અને પત્નીએ હાથ, જમાઈએ મોબાઈલના વાયરથી ગળે ટુંપો આપીને સસરાને પતાવી દીધો… આખરે શા કારણે પત્નીએ જ કરી પતિની હત્યા ? કારણ રૂંવાડા ઉભા કરી દેશે

Wife killed her husband along with her son :ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાની ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણીવાર કોઈની અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે તો કેટલીકવાર પારિવારિક કારણો પણ આવી હત્યા માટે જવબદાર બનતી હોય છે. ત્યારે હાલ સુરતમાંથી એક એવી જ ઘટના સામે આવી છે જેને ચકચારી મચાવી દીધી છે. અહીંયા એક પત્નીએ પોતાના પતિની હત્યા કરવા માટે પોતાના સગીર દીકરા અને જમાઈનો સહારો લીધો હતો.

ગામની જમીન વેચવાના ફિરાકમાં હતો પતિ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા પાંડેસરા વિસ્તારમાંથી એક અજીબ મર્ડર મિસ્ટ્રી સામે આવી હતી. જેમાં પત્નીએ જ પતિની જમાઈ અને દીકરા સાથે મળીને હત્યા કરાવી હતી. આ હત્યા કરવા પાછળનું કારણ ગામની જમીન વેચવા બાબતનું હાલ સામે આવી રહ્યું છે. મળી રહેલી વધુ વિગત અનુસાર પાંડેસરાના કૈલાસ નગરમાં રહેતા રાજારામ યાદવ પોતાના વતનની જમીન વેચીને દારૂ પીતો અને પરિવાર સાથે અવાર નવાર ઝઘડા કરતો થયો.

પત્નીએ દીકરા અને જમાઈ સાથે મળીને કરી હત્યા :

રાજારામ વતનમાં બાકી રહેલી જમીન પણ વેચવાના ફરિયાકમાં હતો, જેને લઈને પરિવાર સાથે ઝઘડો થતા તેના દીકરાએ જ તેનો પગ પકડ્યો અને પત્નીએ હાથ પકડ્યો અને પછી જમાઈએ મોબાઈલના વાયરથી ગળે ટુંપો આપીને તેની હત્યા કર્યા બાદ લાશને દૂર ફેંકી દીધી હતી. આ લાશ પાંડેસરા કૈલાશનગર ત્રણ રસ્તાથી ગાંધીકુટીર તરફ જતા રોડે આવેલા ખાડીપુલ નીચેથી પસાર થતા રોડ પર એક ઇસમની મળી હતી, જેને પોલીસને જાણ કરતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પોલીસે કરી ધરપકડ :

પોસ્ટમોર્ટમમાં યુવકનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું સામે આવતા જ પોલીસે યુવક કોણ છે અને આ મામલે હત્યાનો ગુન્હો નોંધીને તપાસ ધરી હતી. જેમાં પોલીસને રાજારામ યાદવ નામના વ્યક્તિની હત્યા થઇ હોવાનું સામે આવતા પરિવારજનોની પુછરપછ કરતા જ આખો હત્યાનો ભેદ ઉકેલાયો હતો. યુવકની 34 વર્ષીય પત્ની ઉર્મિલાએ જ પોતાના દીકરા અને જમાઈ સાથે મળીને હત્યા કરી હોવાનું સામે આવતા ત્રણેયની ધરપકડ કરી લીધી છે.

Niraj Patel