સેલવાસની અંદર પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધો, આ રીતે ફૂટી ગયો આ લવબર્ડનો ભાંડો, જાણો સમગ્ર મામલો

પત્નીને પાડોશી સાથે કપડાં કાઢીને રંગરેલીઓ મનાવતા જોઈને પતિનું લોહી ઉકળ્યું, પછી પ્રેમી સાથે મળીને પતિનું જ કામ તમામ કરી દીધું, જાણો સમગ્ર મામલો

Wife killed her husband along with her lover : ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા મામલાઓ સામે આવે છે. જેમાં કોઈની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવતી હોય છે, તો ઘણીવાર પારિવારિક ઝઘડામાં પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે. ઘણીવાર પતિ પત્ની અને વોના સંબંધોમાં પણ કોઈની હત્યા થવાના ઘણા મામલાઓ સામે આવ્યા છે. પરંતુ જયારે આવી હત્યાઓના રહસ્ય ખુલે છે ત્યારે રૂંવાડા ઉભા થઇ જાય છે. હાલ આવી જ એક ઘટના સેલ્વાસમાંથી સામે આવી છે. જ્યાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી.

પારિવારિક ઝઘડામાં ઈજાગ્રસ્ત થયો હતો યુવક :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતની પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી વિસ્તારમાં આવેલા ખરડપાડા આ રહેતા 45 વર્ષીય સુનિલ ભંડારી નામના એક યુવકને થોડા દિવસ  યુવક પારિવારિક ઝઘડામાં ઈજાગ્રસ્ત થતા તેને સેલવાસની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જોકે યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તબીબને યુવકના મોત પ્રત્યે આશંકા જતા જ પોલીસને જાણ કરી હતી અને પોલીસે મોતનું સાચું કારણ તપાસવા લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી.

ગળું દબાવીને કરવામાં આવી હત્યા :

પોસ્ટમોર્ટમમાં યુવકનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું સામે આવતા જ ચકચારી મચી ગઈ હતી. શરૂઆતમાં યુવકનું મોત પડી જવાના કારણે થયું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમમાં તેનું મોત ગળું દબાવવાને કારણે થયુ હોવાનું સામે આવતા જ સેલવાસ પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હત્યારા સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ મામલે મૃતક સુનીલના પરિવારજનો ઉપરાંત તેની પત્નીની પણ પુછપરછ કરી હતી. જેમાં પોલીસને સુનિલની પત્ની ભૂમિકા પ્રત્યે શંકા ગઈ હતી.

પત્ની અને પ્રેમી નીકળ્યા હત્યારા :

જેના બાદ પોલીસે કડક્ડાઇથી આગવી ઢબે ભૂમિકાની પુછપરછ કરતા તે ભાંગી પડી હતી અને સમગ્ર હકીકત પોલીસ સમક્ષ કબૂલી લીધી હતી. ભૂમિકાએ કબુલ્યું કે સુનિલની હત્યા તેને તેના પ્રેમી સાથે મળીને કરી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે ભૂમિકાને તેના પાડોશમાં રહેતા સની ભંડારી સાથે પ્રેમ સંબંધો હતા. સુનિલની હત્યાના દિવસે જ સુનિલે તેની પત્નીને પાડોશી સની સાથે કઢંગી હાલતમાં ઝડપી લીધી હતી અને પછી ઝઘડો થયો અને એટલે જ પોતાનું પાપ છુપાવવા બંનેએ સુનીલનું ગળું દબાવીને હત્યા કરી નાખી. પોલીસે આ પ્રેમી અને પ્રેમિકાને જેલમાં મોકલી આપ્યા છે.

Niraj Patel