ખબર

પત્નીએ પતિનું દબાવ્યું મોઢું અને પ્રેમીએ જીવ જતા સુધી ગપાગપ ચાકુથી કર્યા 19 વાર, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના, જાણો આવું શા કારણે કર્યું ?

અડધી રાત્રે પતિ બહારથી આવ્યો ઘરે, ઘરની પાછળ જઈને જોયું તો ખાટલામાં કઢંગી હાલતમાં કપડાં વગર પત્ની તેના પ્રેમી સાથે… પછી આવ્યો ઘટનાનો ભયાનક અંજામ, જુઓ

દેશભરમાં હત્યા અને આત્મહત્યાના ઢગલાબંધ મામલાઓ સામે આવી રહ્યા છે, ખાસ કરીને હત્યાની ઘણી એવી એવી ઘટનાઓ સામે આવે છે જે જાણીને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય. ઘણા લોકો અંગત અદાવતને લઈને કોઈની હત્યા કરી નાખતા હોય છે તો ઘણીવાર પ્રેમ પ્રસંગોના કારણે પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે. તો હાલમાં જ એક એવી હત્યાના મામલાએ ચકચારી મચાવી દીધી છે.

આ મામલો સામે આવ્યો છે મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લાના કછાર ગામમાંથી, જ્યાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી. મહિલાને તેના પ્રેમી સાથે છેલ્લા આઠ-દસ વર્ષથી પ્રેમસંબંધ હતો. ઘટનાની રાત્રે પતિએ પત્ની અને પ્રેમીને એકસાથે જોયા હતા. પતિએ બધાની સામે સત્ય ઉજાગર કરવાની વાત કરી હતી. જે બાદ મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.

શાહપુર પોલીસ સ્ટેશનના પ્રભારી એસએન મુકાતીએ જણાવ્યું કે 17 ફેબ્રુઆરીના રોજ ગામ કચરમાં થયેલી અંધ હત્યાના આરોપી, મૃતક ઓમપ્રકાશ રાવની પત્ની અનુસુયા અને પ્રેમી રામબિલાસ યાદવની ધરપકડ કરવામાં આવી છે. મૃતકની પત્નીએ પોલીસને જાણ કરી હતી કે ગામમાં હત્યા થઈ છે. મૃતક ઓમપ્રકાશ રાવની ઉંમર આશરે 55 વર્ષની હતી. આરોપી મહિલા અનુસુયા બાઈએ પોલીસને જણાવ્યું કે તેના ગામ કચરના રહેવાસી રામબિલાસ યાદવ સાથે છેલ્લા આઠ-દસ વર્ષથી પ્રેમ સંબંધ હતો. જેની જાણ મૃતક ઓમપ્રકાશ રાવને થઈ હતી. મૃતક ઓમપ્રકાશ તેની પત્નીને રામબિલાસને મળવાની મનાઈ કરતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર 16 ફેબ્રુઆરીના રોજ મૃતક અને તેના બે પુત્રો ગામમાં દિનેશ યાદવના લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્નમાંથી મૃતક લગભગ 12.30 વાગ્યે ઘરે પાછો આવ્યો, જ્યાં તેણે તેની પત્નીને ઘરની પાછળ રામવિલાસ સાથે ખાટલા પર બેઠેલી જોઈ. જેના કારણે ઓમપ્રકાશને તેની પત્ની અને રામબિલાસ સાથે તકરાર થઈ હતી. ઓમપ્રકાશે કહ્યું કે આવતીકાલે સવારે ગ્રામજનોની સામે સત્યનો પર્દાફાશ થશે. આમ કહી ઓમપ્રકાશ ખેતરમાં રખેવાળી કરવા ગયો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર આરોપી પત્ની અનુસુયાએ જણાવ્યું કે તે જ દિવસે રાત્રે બંનેએ ઓમપ્રકાશની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું. ખેતરમાં બાંધેલા તપરા પર પહોંચ્યા. પત્ની અનુસુયાએ પતિનું મોઢું કપડાથી દબાવી દીધું. જેથી કોઈ અવાજ ન આવે. પ્રેમી રામબિલાસે મૃતક ઓમપ્રકાશને પેટ અને છાતીના ભાગે છરી વડે 19 ઘા મારી ઘટનાસ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. 17 ફેબ્રુઆરીએ પત્ની અનુસુયાએ તેના છોકરાઓને કહ્યું કે પિતા રાતથી ઘરે આવ્યા નથી.