ખબર

લગ્નની વર્ષગાંઠ પર પતિએ શુભેચ્છા ન આપી તો પત્નીએ….આ જોઈને પતિ ધ્રુજી ગયો

શાહદરાએ જિલ્લાના માણસ સરોવર પાર્કમાં એક યુવક તેની પત્નીને મેરેજ એનિવર્સરીની શુભેચ્છા પાઠવતા ભૂલી જતા એક અઘટિત ઘટના ઘટી છે.

Image Source

દિલ્લીના શાહદરા જિલ્લાના માનસરોવર પાર્ક ક્ષેત્રમાં મેરેજ એનિવર્સરી પર એક યુવકે પોતાની પત્નીને શુભેચ્છા ના પાઠવતા તેની પત્ની રિસાઈ જતા ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. બંનેના લગ્ન 2 વર્ષ પહેલા જ થયા હતા. 11 મે 2018ના રોજ તેમના લગ્ન થયા હતા. સોમવારે તેમની વેડિંગ એનિવર્સરી હતી.

મૃતકનું નામ આકાંક્ષા છે. જેની ઉંમર 27 વર્ષની હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નહીં. તો આકાંક્ષાના પિયરપક્ષે કરિયાવર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.

પોલીસ અનુસાર, આકાંક્ષા પરિવારની સાથે નત્થૂ કોલોની વિસ્તારમાં રહેતી હતી. આકાંક્ષા સરકારી સ્કૂલમાં શિક્ષિકા હતી. આકાંક્ષની સેલિરી તેના પરિવારજનો લઇ લેતા હતા. તો બીજી તરફ બાળકના થવા પર પણ તેને મેણાંટોણાં મારતા હતા. આ કારણે જ દીકરીએ મોતને વ્હાલું કર્યું હતું. પતિ અંકિત એક ખાનગી કંપનીમાં અકાઉન્ટન્ટની નોકરી કરે છે. 11 મે 2018ના રોજ તેમના લગ્ન થયા હતા.

આકાંક્ષાની માતા સંતોષી દેવીએ જણાવ્યું કે, સોમવારે સાંજે તેના સાસરી પક્ષે ફોન કરી સૂચના આપી કે તમે તરત ઘરે આવી જાવ. ઘરે પહોંચતા જ તેની મોતની જાણ થઈ કે આકાંક્ષાનું મોત થયું હતું. સાસરી પક્ષે જણાવ્યું કે આકાંક્ષાએ ફાંસી લગાવી દીધી છે.

Image Source

ઘટના સ્થળે પહોંચેલી પોલીસને પતિ અંકિતે જણાવ્યું કે, સોમવારે તેમની વેડિંગ એનિવર્સરી હતી. તે પત્નીને શુભેચ્છા પાઠવવાનું ભૂલી ગયો હતો. આ વાતથી રિસાઈને તેણે આ પગલું લીધું છે. તો આકાંક્ષાની માતાનો આરોપ છે કે, તેની દીકરીને સાસરી પક્ષના લોકો હેરાન કરતા હતા.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: