બૈરું ચાલી ગયું પિયર તો નારાજ થઇ ગયો પતિ, પછી ગુસ્સામાં આવીને પોતાનું જ પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું, આખો રૂમ….

પતિ અને પત્ની વચ્ચે સામાન્ય રીતે ઝઘડા થતા રહેતા હોય છે, ઘણીવાર ઝઘડા હદ પાર થઇ જતા હોય છે અને પત્ની રિસાઈને પિયર પણ ચાલી જતી હોય છે, ત્યારે તેને મનાવવા માટે પતિ તમામ પ્રયાસો પણ કરતો હોય છે તો ઘણીવાર આના કારણે પતિ આપઘાત જેવું પગલુ પણ ભરતો હોય છે, પરંતુ હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેણે લોકોના રૂંવાડા ઉભા કરી દીધા છે, કારણે કે એક પતિએ પત્ની રિસામણે પિયર જતી રહેતા પોતાનું પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાખ્યું.

આ ઘટના સામે આવી છે બિહારના મધેપુરામાંથી. જ્યાં રજની નગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ પત્ની નારાજ થઈને પિયર જતી રહેતા આ કામ કર્યું હતું. તેના ચાર બાળકો પણ છે. તેની પત્ની ઘણા સમયથી તેના પિયરમાં રહેતી હતી, અને તેનાથી પતિ નારાજ હતો. આ ઘટના 20 જાન્યુઆરીના રોજ ઘટી હતી. જેમાં કૃષ્ણા બાસુકી નામનો વ્યક્તિ પંજાબના મંડીમાં રહીને કામ કરતો હતો. તે બે મહિના પહેલા જ પોતાના ઘરે આવ્યો હતો.

બે મહિનાથી તે ઘરે જ રહેતો હતો. તેની ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. તેના એક પરિવારના સભ્યએ જણાવ્યું કે કૃષ્ણાની પત્ની અનિતા દિવસે તેના પિયર ચાલી ગઈ હતી. શોધવા છતાં તે મળી નહીં. જેના બાદ લગભગ રાત્રે 8 વાગે તેને પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. તેનો કોઈની સાથે કોઈ ઝઘડો પણ નહોતો થયો. પરિવારના લોકોએ રૂમનો દરવાજો ખોલ્યો તો આખા રૂમ લોહીથી લથબથ થઇ ગયો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

જેના બાદ પહેલા કૃષ્ણાને તાત્કાલિક મુરલીગંજના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ભરતી કરવામાં આવ્યો. તેની હાલત ગંભીર હોવના કારણે ડોકટરોએ તેને મધેપુરા મેડિકલ કોલેજમાં રેફર કરી દીધો. હોસ્પિટલના ડોક્ટર દ્વારા જણાવામાં આવ્યું કે તેના પ્રાઇવેટ પાર્ટમાં નુકશાન થયું હોવાના કારણે તેને થોડા દિવસ સુધી દેખરેખમાં રાખવામાં આવશે. ડોક્ટરોએ જણાવ્યું કે હાલ તે ખતરાની બહાર છે.

Niraj Patel