દાહોદમાં લગ્નના 4 મહિનામાં જ પત્નીએ કરી પતિની ખૌફનાક રીતે કરી હત્યા, વાંચી રૂંવાડા ઊભા થઇ જશે

દાહોદના કઠલા ગામની પત્નીએ 30 હજારમાં પતિની સોપારી આપી, પતિનું લોકેશન લઇ રસ્તામાં જ હત્યા કરાવી, કારણ સાંભળીને માથું પકડી લેશો

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ચોંકાવનારા કિસ્સા સામે આવતા રહે છે. છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધમાં હત્યાના કિસ્સામાં વધારો જોવા મળ્યો છે. ત્યારે હાલમાં હત્યાનો કિસ્સો દાહોદના કઠલા ગામથી સામે આવ્યો છે. જેમાં એક પત્નીએ પ્રેમી સાથે મળી ચાર મહિના પહેલા લગ્ન થયેલ પતિનું કાસળ કાઢી નાખ્યુ હતુ. તેણે પતિની હત્યાનો સોપારી 30 હજારમાં આપી હતી.આ હત્યાની ઘટનામાં કઠલા, વડબારા અને ઇટાવા ગામના યુવાનોના નામ સામે આવ્યા છે. પત્નીએ પતિનું લોકેશન મેળવી હત્યારાઓને આપ્યુ હતુ અને તે બાદ તેનું અપહરણ કરી આરોપીઓએ પતિને ગળેટૂંપો દઇ હત્યા કરી દીધી હતી, જે બાદ લાશને જંગલમાં ફેકી દેવામાં આવી હતી.

હાલ તો પોલિસે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે અને ત્રણ ફરાર આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે.ઘટનાની વિગત જોઇએ તો, જાન્યુઆરી મહિનામાં જ દાહોદના કઠલા ગામમાં રહેતી આરતીના લગ્ન મધ્યપ્રદેશના મેઘનગર ગામના લકી સાથે થયા હતા. આરતીનો પ્રેમ સંબંધ ગામના જ રોહિત સાથે 8 વર્ષથી હતો. લગ્ન બાદ રોહિત અને આરતીનો સંપર્ક તૂટી ગયો હતો. પરંતુ દોઢ મહિના પહેલા જ બંને વચ્ચે વાતચીત ચાલુ થઇ હતી અને બંનેએ એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યુ હતુ. પરંતુ બંને વચ્ચે આરતીનો પતિ લકી નડતરરૂપ બનતો હતો.

જેને કારણે તેને રસ્તામાંથી હટાવવા આરતી અને રોહિતે લકીની હત્યા કરાવવા માટે કઠલા ગામના બચુ ઉરિફે બચુ કટ્ટુ ભુરિયા, ઇટાવા ગામના પપ્પુ કાલુ સાંગાડિયા અને વડબારા ગામના રણજીત છીતુ નિનામાને 30 હજારની સોપારી આપી હતી. આરતી કઠલા આવી હતી અને તેને તેડવા માટે તેનો પતિ લકી 31 મેના રોજ આવવાનો હતો અને તે વખતે જ તેની હત્યા કરવાનો પ્લાન બન્યો હતો. જો કે, કોઇ કારણસર તે ન આવતા 4 જૂનના રોજ સાંજે પાચેક વાગ્યા આસપાસ કઠલા આવા નીકળ્યો. ત્યારે આરોપી પત્ની આરતી પતિના લોકેશન માટે તેને વારંવાર ફોન કરતી હતી અને જ્યારે તેણે ઝાબુઆ છોડ્યુ કે કારમાં સવાર આરોપીઓએ લાભ લીધો અને અપહરણ કર્યુ.

તે બાદ તેને ગળે ટૂંપો દઇ તેની હત્યા કરી દીધી અને લાશને પીપલોદાબડા ગામમાં રોડથી 150 મીટર અંદર જંગલમાં નાખી દીધી. હાલ તો આ હત્યા મામલામાં આરતી અને રોહિતની ધરપકડ કરી લેવાઇ છે. જ્યારે હત્યારા ત્રણ યુવકો હાલ ફરાર છે. તેમની શોધ કરવામાં આવી રહી છે. જે કાર હત્યામાં ઉપયોગમાં લેવાઇ હતી તે કાર અને લકીની બાઇકનો પણ હાલ સુધી કોઇ જ પત્તો મળ્યો નથી. ઉલ્લેખનીય છે કે, પરિવારના લોકોએ લકીની શોધ ત્યારે શરૂ કરી જ્યારે તે 4 જૂનના રોજ નીકળ્યો હતો અને સાંજ સુધી કઠલા પહોંચ્યો નહિ. છેલ્લા સાંજે છ વાગ્યા આસપાસ તેનું લોકેશન ઢાઢનિયા ગામ પાસે જોવા મળ્યુ હતું.

જો કે, તે બાદ તેનો મોબાઇલ બંધ થઇ ગયો હતો. તેની લાશ જંગલમાંથી 5 જૂનના રોજ શોધખોળ કર્યા બાદ મળી આવી હતી. જે બાદ પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને તે બાદ આરોપી પત્ની અને તેના પ્રેમીની કરતૂતોનો પર્દાફાશ થયો. જ્યારે લકીની લાશ મળી આવી ત્યારે તેની આંખ પર પટ્ટી બાંધેલી હતી અને ગળે ટુંપો આપેલો ગમછો ઘટના સ્થળેથી મળી આવ્યો હતો. ત્યારે પોલીસે પહેલા તો ઘરના નોકરની પુછપરછ કરી પંરતુ કોઇ કળી ન મળી ત્યારે આરતીની પુછપરછમાં તેના પર શંકા ગઇ જે બાદ પ્રેમ સબંધ સામે આવતા રોહિતને ઉચકતા તેના અને આરતીના નિવેદન જુદા પડ્યા હતા. તપાસમાં આખરે તેઓ ભાંગી પડતા તેમણે સોપારી આપી લકીની હત્યા કરાવી હોવાની કબૂલાત કરી હતી.

Shah Jina