મુંબઈમાં બિલ્ડરની બૈરીનું પોતાનાથી 12 વર્ષ નાના પટાવાળા સાથે ઇલુ ઇલુ ચાલ્યું, એક દિવસ મગજ ગયો અને….

નવી મુંબઇમાં શનિવારના રોજ ધોળા દિવસે એક બિલ્ડરની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. હત્યા બાદથી પૂરા વિસ્તારમાં સનસની ફેલાયેલી છે. હત્યાનો ખુલાસો ત્યારે થયો જ્યારે બિલ્ડરનો એક કર્મચારી સવારે લગભગ 11-12 વાગ્યે ઓફિસ પહોંચ્યો. તેણે જઇને જોયુ તો બિલ્ડરની લાશ ખૂનથી લથપથ પડેલી હતી. મામલાની જાણ તરત જ પોલિસને કરવામાં આવી.

Image Source

પોલિસે બિલ્ડરની લાશ જપ્ત કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી. જાણકારી અનુસાર, આ પૂરો મામલો નવી મુંબઇના સીવુડ્સ સેક્ટર 44નો છે. અહીં બિલ્ડર મનોજ સિંહની ઓફિસ છે. ઓફિસની અંદર કોઇ અજ્ઞાત વ્યક્તિએ બિલ્ડરની ગોળી મારી હત્યા કરી દીધી છે. આ હત્યા મામલે પોલિસે 14 જાન્યુઆરીએ બિલ્ડરની પત્ની અને કારચાલકની ધરપકડ કરી હતી.

બિલ્ડર સીવુડ્સમાં તેની ઓફિસમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે (ઝોન I) જણાવ્યું કે મનોજ કુમાર રામનારાયણ સિંહની પત્ની પૂનમ સિંહ અને કાર ડ્રાઈવર રાજુ ઉર્ફે શમશુલ અબુહુરેરા ખાને મળી હત્યા કરી દીધી. પૂનમ અને શમશુલ વચ્ચે અવૈદ્ય સંબંધો હતા. ટેકનિકલ પુરાવા અને ગુપ્ત માહિતીના આધારે બંનેની ધરપકડ કરવામાં આવી છે.

Image Source

આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે ઓફિસમાં લગાવેલ સીસીટીવીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. 14 જાન્યુઆરીએ હત્યાના 24 કલાકની અંદર બંનેની ધરપકડ કરવામાં આવી હતી. હત્યારાએ સંપૂર્ણ પ્લાનિંગ કરીને બિલ્ડર મનોજની હત્યા કરી હતી.

ઉલ્લેખનીય છે કે પોલીસે મનોજ સિંહના ડ્રાઈવરની ધરપકડ કરી તેની આકરી પૂછપરછ કરી તો તે ભાંગી પડ્યો અને તેણે મનોજ સિંહની પત્ની પૂનમ સાથે મળી હત્યા કરી હોવાની કબૂલાત કરી. 22 વર્ષિય ડ્રાઇવરનું મનોજ સિંહની 35 વર્ષીય પત્ની સાથે અફેર હતું અને પૂનમનો ઈરાદો પતિની હત્યા કરાવી પ્રોપર્ટી હડપી લેવાનો હતો.

Shah Jina