સુરતની ચકચારી ભરેલી ઘટના, સોનમ સાથે લગ્ન કરનારા યુવકને પત્ની અને સાળાએ ગૌમાંસ ખવડાવી મરવા માટે કર્યું મજબુર

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી એવી એવી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને હૈયા કંપી ઉઠે. ત્યારે હાલ એવી જ એક ખુબ જ દર્દનાક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક હિન્દૂ યુવકને મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા ભારે પડી ગયા, યુવતી અને તેના ભાઈએ ભેગા મળીને હિન્દૂ યુવકને ગૌમાંસ ખવડાવ્યું અને મરવા માટે પણ મજબુર કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં ચકચારી મચી ગઈ છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ઉધના બીઆરસી ખાતે ડ્રાઇંગ મિલમાં માસ્તર તરીકે નોકરી કરતા 27 વર્ષીય રોહિત સીંગે ફેસબુક ઉપર એક સુસાઇડ નોટ અપલોડ કરી અને આપઘાત કરી લીધો છે. સુસાઇડ નોટમાં તેણે પોતાની મોત પાછળ પોતાની પત્ની અને તેના સાળાને જવાબદાર ગણાવ્યો છે. આ મામલે ઉધના પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધાર ઉપર પત્ની સોનમ જાકીર અલી અને તેના ભાઈ મુક્તાર અલી વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુન્હો દાખલ કર્યો છે.

રોહિત સીંગે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટમાં લખ્યું હતું કે તેની પત્ની સોનમ અને તેના ભાઈ મુખ્તારે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગૌમાંસ ખવડાવ્યું હતું. જેનાથી હતાશ થઈને તે આપઘાત કરી રહ્યો છે. આ ઘટના બે મહિના પહેલા બની હતી, જેના બાદ એક મિત્ર મારફતે મૃતકના ભાઈને આપઘાતની જાણ થઇ હતી. જેના બાદ મૃતકની માતાએ ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

રોહિતને મિલમાં નોકરી કરતી વખતે સોનમ અલી સાથે પ્રેમ થયો હતો. સોનમ મુસ્લિમ હતી અને આ ઉપરાંત તેના આગાઉ પણ લગ્ન થઇ ગયેલા હોવાના કારણે રોહિતના પરિવારજનો તેની સાથે લગ્ન કરવાની ના પાડતા હતા અને જો રોહિત તેની સાથે લગ્ન કરે છે તો અલગ રેહવાની વાત કરી હતી, જેના કારણે રોહિત અને સોનમ છેલ્લા એક વર્ષથી પરિવાર સાથે કોઈ સંબંધ રાખ્યા વગર અલગ રહેતા હતા.

રોહિતના આપઘાત કર્યા બાદ તેના મોતની ખબર રોહિતના પરિવારજનોને પણ આપી નહોતી અને મકાન માલિક મારફતે તેના અંતિમ સંસ્કાર પણ કરાવી દીધા હતા. પરંતુ રોહિતે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટના આધારે એક મિત્રને જાણ થતા જ તેણે રોહિતના પરિવારને આ ઘટના વિશે જાણ કરતા આ મામલો સામે આવ્યો હતો.

Niraj Patel