પતિનું હતુ 3-4 મહિલાઓ સાથે અફેર, તંગ આવી પત્નીએ ઉઠાવ્યુ ખૌફનાક પગલુ, પતિ અને સસરાની ધરપકડ
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
મહારાષ્ટ્રના સોલાપુરમાં ડૉ.ઋચા રૂપનવરની આત્મહત્યાનો મામલો ગરમાયો છે. આ કેસમાં ડો.ઋચા રૂપનવરના પતિ ડો.સૂરજ રૂપનવર અને સસરા ઉદ્યોગપતિ ભાઉસાહેબ રૂપનવરની ધરપકડ કરવામાં આવી છે. સોલાપુરના પોલિસ અધિક્ષકે આ જાણકારી આપી હતી. આ મામલે ઋચાના ભાઇ ઋષિકેશ સંજય પાટિલે ફરિયાદ દાખલ કરાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છે કે ડૉક્ટર ઋચાએ તેના પતિ સૂરજ રૂપનવરથી કંટાળીને આત્મહત્યા કરી. આરોપ છે કે સૂરજ વારંવાર ઋચાને માનસિક અને શારીરિક ત્રાસ આપી રહ્યો હતો. તે સતત પૈસાની માંગણી કરતો હતો. તે તેને માર પણ મારતો હતો અને શારીરિક તેમજ માનસિક નુકસાન પહોંચાડવાની ધમકી આપતો હતો. ઋચાને વારંવાર કહેતો કે એમઆરઆઈ મશીન ખરીદવા માટે લોન લઈને પૈસા લાવ.
આટલું જ નહીં ઋચાના પતિ સૂરજનું ત્રણ-ચાર મહિલાઓ સાથે અફેર પણ હતું. આવું ફોન કરીને ઋચાએ પોતે તેના ભાઇને કહ્યુ હતુ. આના વિશે જ્યારે પતિ સૂરજને વારંવાર પૂછ્યુ તો તેણે ઋચાને માર માર્યો, ત્રાસ આપ્યો, દુર્વ્યવહાર કર્યો અને ધમકી આપી કે જો તે આ વાત કોઈને કહેશે તો તે તેને જોઈ લેશે. આનાથી ઋચા ખૂબ જ પરેશાન હતી. સંગોલા પોલીસ સ્ટેશનમાં સૂરજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે IPC કલમ 306, 49B-A, 323, 504, 506 હેઠળ FIR નોંધી છે. સમગ્ર સોલાપુર જિલ્લો આ હાઈપ્રોફાઈલ ઘટના પર નજર રાખી રહ્યો છે. આ કેસમાં ઋચાના સસરા અને પતિ સૂરજની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને ઋચાએ 6 જૂનના રોજ સાંગોલા સ્થિત પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.