જૂનાગઢ : બિલ્ડિંગ ધરાશાયી થતા પતિ અને બાળકોનું મોત થયા બાદ પરણિતાએ પણ કર્યો આપઘાત, ગટગટાવ્યુ એસિડ

હસતો રમતો પરિવાર વિખેરાયો:જૂનાગઢમાં ઈમારત ધરાશાયીની દૂર્ઘટનામાં સંતાનો અને પતિના મોત બાદ એસિડ ગટગટાવનાર પત્નીનું પણ મોત, હૃદયદ્રાવક તસવીરો

Junagadh Building Collapsed: ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતની ઘટના બનતી હોય છે, ત્યારે હાલમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ઘણી અનહોનિ થઇ પણ હજુ તો આ દુર્ઘટના લોકોના માનસપટલ પરથી હટી નથી ત્યાં જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઇ અને આ દુર્ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા. દુર્ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત નિપજ્યા.

પતિ અને બે બાળકોના મોતનો આઘાત સહન ન થતા પરણિતાએ કર્યો આપઘાત
તે આઘાતમાં મંગળવારે પરણિતાએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો પણ સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું. મકાન ધરાશાયી થતાં બે બાળકો અને તેમના પિતાનું મોત થયું અને તે બાદ પરણિતા મયુરીએ પણ એસિડ ગટગટાવી લીધું. જો કે, તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી હતી પણ આ દરમિયાન મોડી રાત્રે તેમનું મોત થયુ. આ દુ:ખદ ઘટનાથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોક છે.

સારવાર દરમિયાન થયુ મોત
ત્યારે બીજી બાજુ તંત્રની ત્રણ કલાકની મિટિંગ થઈ પણ કોઈએ જવાબદારી સ્વીકારી નહિ, ત્યારે હવે સવાલ એ ઊભો થઇ રહ્યો છે કે આ પરિવારને ન્યાય ક્યારે મળશે. જૂનાગઢના કાડિયાવાડ વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં સંજયભાઈ અને તેમના બે નાના બાળકોના મોત થયા. ત્યારે સંજયભાઈના અવસાન બાદ તેમની પત્ની મયુરીબેન આઘાતમાં સરી પડ્યા અને તેમણે પણ એસિડ ગટગટાવ્યુ. જો કે મયુરીબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પણ ત્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત થયું.

Shah Jina