પતિનું હાર્ટ એટેકથી મરી ગયો તો જીવનસાથીએ પણ પણ કરી લીધો આપઘાત- સાથે નીકળી અંતિમયાત્રા, તસવીરો આવી સામે
ગુજરાતમાંથી હજુ પણ હાર્ટ એટેકથી મોતને સિલસિલો યથાવત છે ત્યારે હાલમાં જ અમરેલીના અમરેલીના લીલીયામાં એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. આ આઘાતને તેની પત્ની ના સહન કરી શકતા તેણે આપઘાત કરી પોતાના જીવનનો અંત લાવી દીધો અને સાથે જીવશું સાથે મરશુના વાયદાને પણ પૂરો કર્યો. હાર્ટ એટેકથી પતિના મોત બાદ પત્નીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.
જે બાદ પતિ-પત્નીની એકસાથે અંતિમ યાત્રા નીકળી હતી અને આ દરમિયાન આખું ગામ હીબકે ચઢ્યું હતું. પરિવારમાં પણ એક સાથે બે અર્થીઓ ઉઠતા શોકનો માહોલ છવાયો હતો. અમરેલીના લીલીયા ગામે રહેતા ધવલ રાઠોડના હજુ તો છ મહિના પહેલા જ પ્રિન્સી સાથે પ્રેમલગ્ન થયા હતા. તેમણે પોતાનો નવો નવો લગ્ન સંસાર સુખેથી શરૂ જ કર્યો હતો ત્યાં ધવલ રાઠોડને એકાએક હાર્ટએટેક આવતા તેનું મોત નિપજ્યુ હતુ.
ડોક્ટરે ધવલને મૃત જાહેર કરાતા જ પ્રિન્સી પર તો આભ તૂટી પડ્યું હતું. ધવલ વગર તેનું શું થશે અને તે ધવલ વગર નહિ જીવી શકે તે વિચારીને પ્રિન્સીએ પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધુ. આ ઘટના બાદ બંને પરિવાર પર તો આભ તૂટી પડ્યુ અને માતમ છવાઇ ગયો. ત્યારે પ્રેમીયુગલની એકસાથે અંતિમ યાત્રા નીકળતા જ લોકો પણ આ જોઇ રડી પડ્યા હતા.