ખબર

“હું વિદેશથી આવ્યો છું, મારે ક્વોરેન્ટાઇન થવાનું છે, તું બાળકોને લઈને તારી બહેનના ઘરે ચાલી જા” પત્નીના જતા જ પતિએ કર્યું એવું કે….

લગ્નેતર સંબંધોના ઘણા કિસ્સાઓ સામે આવતા જોવા મળે છે. ત્યારે આ સંબંધોના કારણે કેટલાય લોકોના લગ્ન જીવનમાં પણ મોટી તિરાડ પડે છે. હાલ આવો જ કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જેમાં એક વિદેશથી આવેલા પતિએ પોતે ક્વોરેન્ટાઇન થવાના બહાને પત્નીને તેની બહેનના ઘરે મોકલી દીધી અને પત્નીની ફોઈની છોકરી સાથે જ પ્રેમલીલા માણતા પત્નીને ખબર પડી ગઈ હતી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં બે  બાળકોનો પિતા થોડા સમય પહેલા જ ઓમાનથી આવ્યો હતો અને ઘરે આવીને પોતાની પત્નીને જણાવ્યું કે “કોરોના ચાલતો હોવાથી તે વિદેશથી આવ્યો છે તેથી પોતાને ક્વોરોન્ટાઇન થવા કહ્યું છે.”

પત્ની પરિસ્થિતિ સમજતા જ પોતાના બંને બાળકોને લઈને પોતાની બહેનના ઘરે ચાલી ગઈ હતી. પરંતુ ફોન ઉપર પણ પતિ સરખી રીતે વાત ના કરતા તેને પોતાના પતિ ઉપર શંકા ગઈ હતી અને તે પોતાના સાસરે પરત આવી ત્યારે તેને પતિના આડા સંબંધોની ખબર પડી ગઈ હતી.

Image Source

પરણિત મહિલાના પતિને તેના જ ફોઈની છોકરી જે સંબંધમાં તેના પતિની સાળી થાય છે તેની સાથે વિડીયો કોલ ઉપર વાત કરી રહ્યો હતો. ત્યારબાદ તેના પતિએ તેને છૂટાછેડાના કાગળ ઉપર સહી કરવા માટે પણ માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

Image Source

પરણિત મહિલાએ પોતાના સસરાને વાત કરતા તેના પતિને સમજાવ્યો હતો, અને ત્યારે સમાધાન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ વારંવાર કમરમાં દુખાવાનું બહાનું કાઢીને તેનો પતિ તેની ફોઈની દીકરીને મળવા માટે જતો હતો.

ત્યારબાદ મહિલાએ એક દિવસ તેનો પીછો કરતા તે તેની ફોઈની છોકરી સાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. ત્યારબાદ મહિલાએ કંટાળીને પૂર્વ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.