2 ગર્લફ્રેન્ડ ફેરવનાર પતિએ કરી પત્નીની હત્યા, હજુ તો ગયા વર્ષે પ્રીતિ નામની છોકરી સાથે લગ્નના સાત સાત જન્મના બંધનમાં બંધાયો હતો, હત્યાની વિગત સાંભળીને હચમચી ઉઠશો

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણી હત્યા અંગત અદાવતમાં તો ઘણી હત્યા અવૈદ્ય સંબંધોમાં કરી નાખવામાં આવતી હોય છે, હાલમાં જ એક ચોંકાવનારો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાની ઘાતકી હત્યા નિપજાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના બાદ આરોપી પતિ તેની પત્નીના મૃતદેહ સાથે સૂતો હતો. સોમવારે સવારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપી પતિની ધરપકડ કરી હતી. આરોપી પતિનું નામ ઉમંગ છે. તેણે પોલીસની સામે પોતાનો ગુનો કબૂલી લીધો છે.

બીજી તરફ ઘટના બાદ મૃતકના ઘરમાં હોબાળો મચી ગયો છે.મામલો ન્યુ આગ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા હવેલી વિસ્તારનો છે. આરોપી પતિ ઉમંગે પોલીસને જણાવ્યું કે તેની 2 ગર્લફ્રેન્ડ છે. પત્નીને તેના વિશે ખબર પડી હતી. જ્યારે તે દારૂ પીને રાત્રે આવ્યો ત્યારે તેણે તેની પત્ની સાથે ગર્લફ્રેન્ડ વિશે વાત કરવાનું શરૂ કર્યું. જ્યારે પત્ની પ્રીતિએ વિરોધ કર્યો તો તેણે તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી. આરોપી ઉમંગના લગ્ન ડિસેમ્બર 2021માં પ્રીતિ સાથે થયા હતા. ઉમંગના અનેક મહિલાઓ સાથે સંબંધો હોવાનું કહેવાય છે.

ઘટના બાદ મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. રડી-રડીને પરિવારની હાલત ખરાબ છે. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લીધો છે. સાહબ સિંહ એટલે કે આરોપીના પિતા વીજળી વિભાગમાંથી નિવૃત્ત થયા છે. ઉપેન્દ્ર ઉર્ફે ઉમંગ અગાઉ વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. કોરોના પીરિયડ પછી તેને કામ નહોતું મળતું. પોલીસની પૂછપરછ દરમિયાન સાહેબ સિંહે જણાવ્યું કે તે શનિવારે રાત્રે પહેલા માળે રૂમમાં સૂતો હતો. પત્ની ઓમવતી 16 મેથી તેના બીજા પુત્ર સાથે નોઈડા ગઈ હતી.

ગ્રાઉન્ડ ફ્લોર પર એક રૂમમાં 85 વર્ષીય દયાવતી સૂતી હતી જ્યારે પુત્ર ઉપેન્દ્ર અને પુત્રવધૂ પ્રીતિ બીજા રૂમમાં સૂતા હતા. રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ જાગ્યા બાદ તે ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યો હતો.ત્યારે તેની માતાએ તેને કહ્યું કે ઉપેન્દ્રના રૂમમાંથી ઝઘડાનો અવાજ આવી રહ્યો છે. તે દરવાજા સુધી પહોંચ્યો પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. જ્યારે તેણે બારીમાંથી ડોકિયું કર્યું તો તેણે તેની પુત્રવધૂને જમીન પર પડેલી જોઈ. અંદર બે છોકરીઓ હતી. આ અંગે સાહેબસિંહે પોલીસને જણાવ્યું હતું.

પોલીસે પતિ ઉપેન્દ્રને પકડી લીધો. તેને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી હતી. તેના શર્ટ પર લોહી હતું. ફ્લોર પર લોહી હતું. પ્રીતિના ગળા અને હાથ પર છરાના ઘા હતા. આરોપીની પૂછપરછમાં ઘણી બાબતો બહાર આવી.પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તેનો પ્રેમ સંબંધ ન્યૂ આગ્રા વિસ્તારની એક યુવતી સાથે હતો. તેણે ટેક્સટાઇલ ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કર્યુ છે. પહેલા જયપુરમાં નોકરી કરતો હતો. હવે તે આગ્રા આવી ગયો છે. પ્રેમસંબંધના કારણે તે લગ્ન માટે તૈયાર નહોતો. પરંતુ પરિવારજનો રાજી ન થયા. લગ્ન બાદ પ્રેમિકા સાથે ઝઘડો થયો હતો. તે ફોન પર વાત પણ કરી શકતો ન હતો. અગાઉ ઝઘડામાં તેનો મોબાઈલ પણ તૂટી ગયો હતો.

પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર વિજય વિક્રમ સિંહે જણાવ્યું કે મૃતકના પિતા ભૂરી સિંહની ફરિયાદ પર દહેજ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે ઉપેન્દ્ર કાર માટે પ્રીતિને હેરાન કરતો હતો. સાસરીવાળા પણ તેને ટોણા મારી હેરાન કરતા હતા. આ કેસમાં પતિ ઉપેન્દ્ર ઉર્ફે ઉમંગ, સસરા સાહેબ સિંહ, સાસુ ઓમવતી, જેઠા આકાશ, જેઠાણી કલ્પના, ભાભી સુરેખા, નણંદોઈ શૈલેન્દ્રનું નામ લેવામાં આવ્યું છે.

Shah Jina