ખબર

પ્રેમ લગ્નના બે મહિનાની અંદર સુંદર પત્નીના પાછળની ખૌફનાક કહાની આવી સામે…

લવ મેરેજ પછી 2 જ મહિના બાદ પત્નીનો ક્રૂચ ચહેરો આવ્યો સામે, રૂંવાળા ઊભા કરી દેશે એવો કિસ્સો

લગ્નબાદ પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝગડા થતા તો આપણે,  આ સામાન્ય ઝગડાઓ મારપીટનું રૂપ પણ ધારણ કરી લે છે પરંતુ પતિ પત્નીના ઝગડામાં કોઈ એક બીજાનો જીવ કેવી રીતે લઇ શકે છે? આવી જ એક ઘટના સામે આવી છે ઈંદોરના વાલ્મિકી નગરમાંથી જ્યાં પત્નીએ વિવાદ ના કારણે પોતાના જ પતિ ઉપર પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી મુક્યો.

આ ઘટના સમગ્ર પંથકમાં હૃદય હચમચાવી દેનારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈંદોરના વાલ્મિકી નગરમાં રહેતા એક દંપતીને કોઈ આંતરિક વિવાદ ચાલી રહ્યો હતો. આ બંનેના લગ્ન પણ લવ મેરેજ હતા એક કોલોનીમાં રહેવાના કારણે એકબીજા સાથે પ્રેમ થઇ જતા બંનેએ લવ મેરેજ કર્યા હતા.

લગબ બાદ બંને વચ્ચે વિવાદ થતા જ પત્ની ઘર છોડી અને તેના પિયર ચાલી ગઈ હતી, જયારે 31મેના રોજ તેનો પતિ તેને લેવા માટે તેની સાસરીમાં ગયો ત્યારે જ આ ઘટના બની હતી. જયારે તે પોતાની સાસરીમાં પહોચયાઓ ત્યારે તેના સાસરિયાઓ સાથે તેનો વિવાદ થઇ ગયો હતો અને ત્યારબાદ તેના મામા સસરાએ તેના હાથ પકડી લીધા હતા અને તેની સાસુએ તેના ઉપર પેટ્રોલ છાંટ્યું હતું, ત્યારબાદ તેની પત્નીએ લાઇટર સળગાવી તેને આગ ચાંપી દીધી હતી.

હાલ પતિ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે પરંતુ તેનું 70 ટકા શરીર સળગી ગયું છે. તે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પોલીસે ઘટનાની ફરિયાદ નોંધતા તેની પત્ની, સાસુ, મામા સસરા અને નાની સાસુ અને સાળી સમેત કુલ 5 લોકોની ધરપકડ કરી છે. અને આગળની તપાસ પણ હાથ ધરી છે.