ખબર

મહામારીની ખુબ જ દયનિય તસવીર, પતિનો જીવ બચાવવા માટે મોઢાથી શ્વાસ આપતી રહી પત્ની, તસ્વીર તમને પણ ભાવુક કરી દેશે

કોરોનાની બીજી લહેર સમગ્ર દેશ માટે ખુબ જ ઘાતક બની રહી છે. આ મહામારીમાં ઘણી જગ્યાએ હોસ્પિટલમાં બેડ ખાલી નથી, ઓક્સિજનની પણ અછત પડી ગઈ છે, એમ્બ્યલન્સ પણ હવે સમયસર મળતી નથી, ત્યારે ઘણા એવા દૃશ્યો પણ જોવા મળે છે, જે આપણા રૂવાંડા પણ ઉભા કરી દે છે.

આવી જ એક તસવીર આગ્રામાંથી સામે આવી છે. જ્યાં એક મહિલા તેના પતિનો જીવ બચાવવા માટે તેને મોઢા દ્વારા શ્વાસ આપતી નજર આવી રહી છે. આ તસ્વીરને સોશિયલ મીડિયાની અંદર ટ્વીટર યુઝર્સ સમર રાજ દ્વારા શેર કરવામાં આવી છે. તેને કેપશનમાં લખ્યું છે કે, “સ્પર્શ કરવાથી પણ ફેલાવવા વાળી આ જીવલેણ બીમારીના સમયમાં, શ્વાસથી શ્વાસ આપવાની હિંમત કરવી મૂર્ખતા તો છે પરંતુ પ્રેમ પણ છે, લાચારી છે, તડપ છે, પોતાનાને બચાવવાનો છેલ્લો પ્રયત્ન પણ છે. એવામાં પોતાના જીવની ચિંતા ક્યાં હોય છે ?”

આ મહિલા પોતાના બીમાર પતિને રીક્ષામાં લઈને આગ્રાના એસએન મેડિકલ કોલજ પહોંચી છે. તેના પતિને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી તો પત્નીએ પોતાના મોઢાથી પતિને ઓક્સિજન આપવાનો પ્રયત્ન કરવા લાગી. પરંતુ લાખ પ્રયત્ન કરવા છતાં પણ પતિનો જીવ ના બચાવી શકી.

રિપોર્ટ પ્રમાણે 47 વર્ષીય રવિ સિંઘલની તબિયત ખરાબ થઇ હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. એવામાં તેની પત્ની રેનૂ સિંઘલ પતિને શ્રી રામ હોસ્પિટલ, સાકેત હોસ્પિટલ અને કેજી નર્સીંગ હોમ લઈને પહોંચી. પરંતુ ક્યાંય તેને ખાલી બેડ ના મળ્યો. ત્યારબાદ રેનૂ બીમાર પતિને લઈને એસએન મેડિકલ કોલેજ પહોંચી ગઈ. ત્યાં રસ્તાની અંદર પતિને વારંવાર મોઢાથી  શ્વાસ આપવાનો પ્રયત્ન કરતી રહી.  જો કે ડોકટરના જોયા બાદ પતિને મૃત જાહેર કરી દેવામાં આવ્યો.