ખબર

પતિ હતો વિદેશમાં અને અહીંયા પત્ની થઇ પ્રેગ્નેન્ટ જે બબાલ મચી ગઈ એ

આજે કોઈ પણ મહિલા માતા બને ત્યારે તેનું સૌભાગ્ય માને છે. ઘણી વાર એવું પણ થતું હોય છે કે કોઈ પણ મહિલાને કોઈ કારણોસર તેને માતૃત્વનું સુખ નથી મળતું. પરંતુ હાલમાં જ એક એવો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાનો પતિ છેલ્લા ઘણા સમયથી દૂર રહેતો હતો છતાં તે ગર્ભવતી થઇ છે.

Image Source

બિહારના ભાગલપુરના જગદીશપુર રહેતી એક મહિલા ડીઆઈજી પાસે એક અજીબો- ગરીબ ફરિયાદ લઈને પહોંચી હતી. આ મહિલાએ જણાવ્યું હતું કે, તેનો ભાઈ છેલ્લા 7 મહિનાથી કોલકાતામાં રહી રહ્યો છે. તો આ બાજુ તેની ભાભી ગર્ભવતી થઇ ગઈ હતી.

મહોરમ પર તેનો ભાઈ જયારે ઘરે આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેની પત્ની ગર્ભવતી છે, આ મામલે મહિલાએ તેના ભાભીના પેટમાં રહેલા બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. જેથી ખબર પડી શકે કે આખરે આ બાળક કોનું છે ? ડીઆઇજીએ આ મામલે જગદીશપુર પોલીસને કાર્યવાહી કરવાનો નિદેશ આપ્યો છે.

Image Source

મહિલા ગર્ભવતી હોવાની ખબર પડતા તેના ઘરવાળા તેને રાખવા તૈયાર નથી. આ મહિલાની નણંદે કહ્યું હતું કે, બધી ખબર પડી જવા છતાં તેની ભાભીએ ઘરવાળાને ધમકી આપી હતી કે તેને ઘરમાં રાખવી પડશે નહિ તો તે ખોટા આરોપ લગાડીને બધાને ફસાવી દેશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયારે આ મહિલાને ઘરવાળા રાખવા તૈયાર ના હતા, તો ગામના પંચાયત બેસાડવામાં આવી હતી. આ દરમિયાન મહિલાને પૂછવામાં આવ્યું હતું કે, પેટમાં રહેલું બાળક આખરે કોનું છે? ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે, તેના પતિનું છે. આ પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, તેના પતિ સપનામાં આવતા હતા જેનાથી તેને ગર્ભ રહી ગયો હતો.

Image Source

પરંતુ જયારે મહિલાના મોબાઈલની તપાસ કરવામાં આવી ત્યારે તેના મોબાઈલમાં એક યુવકનો નંબર મળ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે યુવક સાથે અનૈતિક સંબંધ હોવાને કારણે તેના ગર્ભમાં રહેલ બાળક તે યુવાનનું જ હશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મહિલાના ભાઈના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ ભાઈને 2 વર્ષની પુત્રી પણ છે. ભાઈના બહાર રહેવા પર તેની પત્ની માવતરમાં જ રહેતી હતી.

આ સમગ્ર ઘટના અંગે ભાઈએ જયારે તેના સાસરા વાળને તેની પત્નીના કરતૂત અંગે જાણ કરી ત્યારે તેના સાસરાવાળા ધમકી આપવા લાગ્યા હતા. મહિલાએ તેની ભાભી પર નિકાહનામા, જમીનના કાગળ સહીત કિંમતી ચોરીનો આરોપ લગાડ્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.