ખબર

કોરોનાથી જંગ જીતી આવેલ મહિલા પર તેના પતિ અને દીકરીએ કર્યો હુમલો, જાણો વિગત

કોરોના મહામારીને માત આપીને ઘરે પહોંચવા વાળા લોકોના પરિવારજનો તેમની આરતી અને ફૂલોથી તેમનુ સ્વાગત કરે છે. જો કે, મધ્ય પ્રદેશના છીંદવાડામાંથી સંબંધને શર્મસાર કરી દે તેવો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલા કોરોનાની જંગ જીતી ઘરે આવી તો તેનુ સ્વાગત આરતી અને ફૂલોથી કરવાને બદલે તેના પર હુમલો કરી દીધો.

આ કહાની શોભના પટૌરિયા નામની મહિલાની છે. જે છેલ્લા 17 દિવસ પહેલા કોરોના સંક્રમિત થઇ ગયા હતા અને તેઓ છિંદવાડાના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ હતા. 18 દિવસ બાદ તેઓ કોરોનાની જંગ જીતી પોતાના ઘરે પાછા આવ્યા તો તેમના પતિ સંજય પટૌરિયા અને દીકરી વંશિકા પટૌરિયા વિવાદ કરવા લાગ્યા.

પિતા અને દીકરીનુ કહેવુ છે કે મહિલાની સારવારે તેમને બરબાદ કરી દીધા. વિવાદ એટલો વધ્યો કે બંને બાપ દીકરીએ તે મહિલા પર હુમલો કરી દીધો. મહિલા કોઇ પણ રીતે જાન બચાવીને ભાગી અને ઓક્સિજન માસ્ક પહેરી પોલિસ સ્ટેશન પહોંચી.

મહિલાએ પોલિસને જણાવ્યુ કે, તેના પતિ અને દીકરીએ તેની સાથે પૈસાને લઇને ઝઘડો કર્યો, મહિલાનો આરોપ છે કે, તેના પર ચપ્પુથી પણ હુમલો કર્યો અને બંનેએ તેને થપ્પડ પણ માર્યા. મહિલાને કેટલીક ઇજા પણ પહોંચી છે. પોલિસે જિલ્લા હોસ્પિટલમાં મહિલાની તપાસ કરાવી અને આ કેસની પણ તપાસ શરૂ કરી છે.