બિચારો પતિ… હજુ નોકરી પરથી ઘરમાં આવીને હેલ્મેટ પણ નહોતું ઉતાર્યું ત્યાં ઘરમાંથી આવેલી પત્ની રેસલરની જેમ તેની પર કૂદી પડી અને માર્યો માર, જુઓ વીડિયો

પત્નીએ પતિના ઘરમાં આવવાની સાથે જ માર્યો ઢોર માર, બિચારો પતિ મૂંગા મોઢે કઈ બોલ્યા વગર ઉભો રહ્યો, આખી ઘટના થઇ ગઈ CCTVમાં કેદ, જુઓ

Wife beats husband : પતિ અને પત્ની (husband wife) વચ્ચે સામાન્ય રીતે ઝઘડાઓ થતા રહેતા હોય છે. કેટલીકવાર ઝઘડા એટલા વણસી જતા હોય છે કે પતિ દ્વારા પત્નીને માર પણ મારવામાં આવતો હોય છે. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને તમે પણ હેરાન રહી જશો. કારણ કે આ ઘટનામાં પતિ પત્નીને નહિ પરંતુ પત્ની પતિને માર મારી રહી છે અને બિચારો પતિ કઈ બોલ્યા વિના ચુપચાપ સહન કરતો જોવા મળી રહ્યો છે.

પતિના ઓફિસથી આવતા જ પત્નીએ બરાબર ઢીબી નાખ્યો :

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ તેના ઘરમાં પ્રવેશતા તેણે માથા પરથી હેલ્મેટ પણ હટાવ્યું ન હતું ત્યારે તેની પત્ની દોડતી આવી અને તેના પર હુમલો કરે છે. પત્નીએ પતિ પર અનેક મુક્કા માર્યા, પીઠ પર મુક્કો માર્યા પરંતુ પતિએ આમાં માત્ર પોતાનો બચાવ કર્યો અને શાંતિથી માર સહન કરતો રહ્યો. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

ડસ્ટબીન બહાર મુકવાનું ભૂલી ગયો હતો પતિ:

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પતિ 14 કલાકની શિફ્ટમાં કામ કરીને ઘરે પહોંચ્યો હતો, ઘરે પહોંચતાની સાથે જ પત્ની ગુસ્સે થઈ ગઈ અને પતિ પર મારપીટ કરી કારણ કે તે ઘરની બહાર નીકળતી વખતે ડસ્ટબિન લેવાનું ભૂલી ગયો હતો. આ વીડિયો @crazyclipsonly Twitter એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને 4.8 મિલિયન લોકોએ જોયો છે.

યુઝર્સે કરી આવી કોમેન્ટ:

આ અંગે લોકો પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે, એકે લખ્યું કે “એવું લાગે છે કે પત્નીએ પતિની કોઈ મહિલા સાથેની ચેટ વાંચી છે.” એક યુઝરે લખ્યું કે “તે તેની પત્નીને પ્રેમ કરે છે અને પત્ની કમજોર હોવાને કારણે તેનો માર સહન કરશે. હું આ પતિની ધીરજ બદલ આભાર માનું છું.” એક યુઝરે લખ્યું કે જો પતિએ તેને થપ્પડ મારી હોત તો યુવતી તરત જ પોલીસ સ્ટેશન અને કોર્ટમાં લઈ ગઈ હોત.”

Niraj Patel