ખબર

પત્ની અને સાળી એક સાથે થઇ પ્રેગનેન્ટ, સચ્ચાઈ સામે આવતા જ પગ નીચેથી ખસી ગઈ જમીન

અમેરિકામાં રહેનારી બે બહેનો એક સાથે પ્રેગનેંન્ટ થઇ હતી. એક સાથે ડીલેવરી પણ થઇ હતી. બંને બહેનોએ એક સાથે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. આ જુડવા બાળકોના માતા-પિતા પણ એક છે. જાણીને હેરાન થઇ ગયા પરંતુ આ એક હકીકત છે.

Image Source

અમેરિકામાં એક ઓહિયા શહેરમાં બંને બહેનો એક સાથે પ્રેગનેંન્ટ થઇ ગઈ હતી. ચોંકાવનારી વાત તો એ છે કે, બંને બહેનોને એક સાથે એક જ સમય પર એક સાથે જ જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. આ ઘટનાને સઁયોગ કહેવાય કે બીજું કંઈ. આ સમગ્ર ઘટના પાછળ એક ખાસ કારણ બતાવવામાં આવી રહ્યું છે.

Image Source

મીડિયા રિપોર્ટનું માનીએ તો આ ચાર બાળકોએ એક જ કુખેથી જન્મ લીધો છે. આ અલગ-અલગ ભ્રુણથી જન્મ્યા જરૂર છે પરંતુ એક જ કપલના ભ્રુણ છે. ખાલી આ બાળકોને અલગ-અલગ કૂખમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે આ બાળકો પેદા થયા ત્યારે ડોક્ટરોએ કાડર પ્લેટ્સ (એક સાથે પેદા થનારા ચાર બાળકો) બતાવ્યા હતા.

Image Source

એની જોનસન અને તેના પતિ જોખી છેલ્લા ઘણા સમયથી બાળકોની કોશીસ કરી રહ્યા હતા. પરંતુ સફળ થતા ના હતા. સંતાન સુખ પામવામાં અસફળ રહેનાર આ કપલ આખરે સફળ થઇ ગયું હતું. ભગવાને આખરે તેનું સાંભળી લીધું હતું. ભગવાને એક સાથે ચાર-ચાર બાળકોનું સુખ આપ્યું હતું.

Image Source

જયારે નાની બહેન એની જોનસન બાળકના હોવાને કારણે પરેશાન હતી ત્યારે મોટી બહેને તેને મદદ કરવાની વિચાર્યું હતું. મોટી બહેન ક્રિસીએ વિચાર્યું હતું કે, હું મારી બહેનની મદદ કરીશ તો તે જરૂર સંતાન સુખ પામી શકશે. આ બાદ ક્રિસીએ તેની નાની બહેન માટે ફેંસલો લઇ લીધો હતો કે, તે તેની નાની બહેન માટે સરોગેટ મધર બનશે.

Image Source

એનીને સંતાન સુખ આપવાની વાતને બધા લોકોએ સ્વીકારી લીધી હતી. આ બાદ ડોક્ટરોએ સૌથી પહેલા એનીના એગ્સ લઇ જોબિના સ્પર્મ સાથે ફર્ટિલાઇઝ કર્યા. આ બાદ બે ભ્રુણ એનીની મોટી બહેન કૃષિના કૂખમાં વિકસિત થવા માટે ટ્રાન્સફર કરી દીધા હતા. એની અને ક્રિસીના સમય પણ એક સરખો હતો. એનીએ જણાવ્યું હતું કે, તેની આ પ્રેગ્નેન્ટ થવાની છેલ્લી કોશિશ હતી.

Image Source

એની અને ક્રિસીએ પ્લાન બનાવી રાખ્યો હતો કે, જયારે પહેલા ક્રિસીની ડીલેવરી થશે ત્યારે એની ત્યાં હાજર રહેશે. તેવી જ રીતે ક્રિસીએ ઓપરેશન દરમિયાન 2 પુત્રોને જન્મ આપ્યો હતો. આ બાદ એનીએ 2 પુત્રીઓને જન્મ આપ્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.