અમદાવાદ : પત્ની અને સાસુના ત્રાસને કારણે શિક્ષક યુવકે કર્યો આપઘાત, આપઘાત પહેલા બનાવ્યો વીડિયો…4 મહિના પહેલા જ થયા હતા લગ્ન

સાસુ અને પત્નીના ત્રાસથી યુવકે કર્યો હતો આપઘાત, વીડિયોમાં દેખાયું દર્દ, શિક્ષકનો લગ્નના 4 મહિનામાં સાબરમતીમાં કૂદીને આપઘાત

AHD Suicide News : ગુજરાતમાંથી આપઘાતના ઘણા મામલા સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદમાંથી આપઘાતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. લગ્નના 4 જ મહિનામાં એક એક યુવકે પત્ની અને તેની સાસુના ત્રાસથી આપઘાત કરી લીધો. જો કે, આપઘાત પહેલા યુવકે બે વીડિયો બનાવ્યા હતા અને તેમાં તેણે પોતાની આપવીતી જણાવી હતી. યુવકે રિવરફ્રન્ટ પર ઝંપલાવીને જીવન ટુંકાવ્યા બાદ ચકચારી મચી ગઇ હતી.

લગ્નના 4 જ મહિનામાં યુવકનો આપઘાત
અમદાવાદના ખાનપુરમાં રહેતો ગુફરાન ગૌસીના ફરહીનબાનું સાથે ચારેક મહિના પહેલા જ લગ્ન થયા હતા. જો કે લગ્ન બાદ બંને વચ્ચે ખટરાગની પરિસ્થિતિ ઊભી થઈ અને તેને કારણે તેની પત્ની પિયરમાં જ રહેવા જતી રહી હતી. મૃતકને તેની પત્ની અને સાસુ દ્વારા પરેશાન કરી માનિસક ત્રાસ અપાતો હતો. તેથી 7 સપ્ટેમ્બરે ગુફરાને સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો. ગુફરાનના પરિવારે જે પોલીસ ફરિયાદ નોંધાવી છે તે મુજબ લગ્ન બાદથી બંને પતિ-પત્ની વચ્ચે બહાર ફરવા અને જમવા બાબતે ઝઘડા થતા હતા.

પત્ની અને સાસુ પરેશાન કરી આપતા માનસિક ત્રાસ
મોહરમમાં ફરહીન પિયર ગઈ હોવાથી ગુફરાન તેને લેવા ગયો તો તેણે સાથે આવવાની ના પાડી દીધી. આપઘાત પહેલા ગુફરાને વીડિયો બનાવ્યા છે તેમાં તે કહી રહ્યો છે કે ‘ગોફુ ઇસ દુનિયા મેં નહીં રહા, આજ યે વીડિયો આપકો પહોંચેગા તબ તક તો શાયદ મૈં મર ચૂકા હોગા. મેરે જનાજે પર આ જાના. મૈં વહી હૂં રિવરફ્રન્ટ પર, જહાં હમ મિલતે થે.

આપઘાત પહેલા બનાવ્યા બે વીડિયો
આગળ વીડિયોમાં ગુફારના કહે છે કે તુમને બહોત ગલતિયાં કી ફરહીન, ફીર ભી મૈંને માફ કિયા. અમ્મી, ચાચાને સબકો તુમને મેરે ખિલાફ કર દિયા થા. બીવી આઈસીયુ મેં દેખને કે લિયે નહિ આયી’ ‘લાસ્ટ લડાઈ ભી ફરહીન કી અમ્મી કે હિસાબ સે હુઈ. બહુત હેરાન કિયા હમકો. ફરહીન ગલતિયાં કરતી તો મૈં માફ કર દેતા, પર ઉસકી અમ્મીને મેરે કો જાનબુઝ કે ગુસ્સા દિલાયા.

યુવકના પરિવારનો આક્ષેપ
ગુફરાનના પરિવારનો આક્ષેપ છે કે ફરહીને તેની માતાની ચડામણીથી ગુફરાન સાથે ગેરવર્તન કર્યુ અને કહ્યું કે ‘હું તારી સાથે નહિ આવું, તારે મરી જવું હોય તો મરી જા.’ જ્યારે ગુફરાનની સાસુએ કહ્યું હતું કે ‘તારે જે કરવું હોય એ કર, જીવવું હોય તો જીવ ને કાલે મરતો હોય તો આજે મર, મારી દીકરીને તારી સાથે નહીં મોકલું અને કોઈ સંબંધી પણ તારી સાથે વાત નહિ કરે.’ ત્યારે હવે ફરિયાદ બાદ પોલિસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

Shah Jina