વડોદરાના પાદરામાં લફરાબાજ પત્નીએ તેના પ્રેમી સાથે મળી પતિની કરી નાખી નિર્દયતાથી હત્યા, પહેલા દબાવ્યા પતિના પગ અને પછી…

સંસ્કારી નગરીમાં પત્ની પૂજા અને પ્રેમી પ્રશાંતનું લફરું ચાલતું હતું, બંને એ ભેગા થઈને પતિનું ગળું કાપી નાખ્યું અને આગળ જે થયું….

ગુજરાતમાંથી અનેકવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં કેટલીક હત્યા પતિ અથવા પત્નીના લગ્નેતર સંબંધોને કારણે પણ કરવામાં આવતી હોય છે, ત્યારે વડોદરાના પાદરાના વડુ ગામે ચારેક વર્ષ અગાઉ પત્નીએ પ્રેમીની મદદ કરી પતિની હત્યા કરી હતી. આ કેસમાં પત્ની અને તેના પ્રેમીને કસૂરદાર ઠેરવી કોર્ટે બંનેને આજીવન કેદની સજા ફટકારી છે અને રૂપિયા 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે અને જો આ દંડની રકમ ન ભરે તો આરોપીને વધુ 6 મહિનાની સજાનો આદેશ કર્યો છે.  (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઘટનાની વિગત જોઇએ તો, આ ઘટના ફેબ્રુઆરી 2018ની છે. વડુ ખાતે રહેતા ધર્મેશ બારોટની પત્નીને પાડોશમાં રહેતા પ્રશાંત નામના વ્યકિત સાથે સંબંધો બંધાયા હતા અને આ સંબંધોની જાણ ધર્મેશને થઇ હતી, જે બાદ બારોટ ફળિયામાંથી તે પરિવાર સાથે બ્રાહ્મણ શેરીમાં ભાડાનું મકાન રાખી રહેવા આવ્યો હતો, આમ છત્તાં પણ તેની પત્નીના સંબંધો ચાલુ જ રહ્યા હતા. તે બાદ 18 ફેબ્રુઆરી 2018ના રોજ પ્રશાંત બ્રાહ્મણ શેરીમાં આવ્યો અને પરણિતાને કહ્યુ કે, તે રાત્રે આવશે અને ધર્મેશને પૂરો કરી નાખશે.

આ બાદ પ્રશાંત મોડી રાત્રે બારેક વાગ્યે આવી પહોંચ્યો હતો અને ધર્મેશની પત્નીએ ઘરનો પાછળનો દરવાજો ખોલ્યો તો તે અંદર આવી ગયો, આ દરમિયાન દરમિયાન ધર્મેશ સૂઇ રહ્યો હતો ત્યારે તેની પત્નીએ તેના પગ દબાવી રાખ્યા અને પ્રશાંત તેની છાતી પર બેસી ગયો અને કટરથી તેના ગળાની નશ કાપી નાખી.

આ ઘટનાની ફરિયાદ મૃતકના ભાઇએ નોંધાવી હતી અને પોલિસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ અંગે હવે કોર્ટે તેમનો નિર્ણય સંભળાવી આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત મૃતકના દીકરાએ તેના પિતા ગુમાવ્યા છે જેના કારણે તેને વળતર પેટે 25 હજાર રૂપિયા આપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

Shah Jina