ખબર

પતિ પત્નીએ એક સાથે જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું, એક સાથે અર્થી ઉઠતા ગામ હીબકે ચઢ્યું

કોરોના સંક્ર્મણ અને લોકડાઉનના કારણે આર્થિક સંકટમાં મુકાયેલા ઘણા લોકો મોતને વહાલું કરતા જોવા મળી રહ્યા છે, તો ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જેમાં પરિવાર દ્વારા સામુહિક આપઘાત કરી લેવામાં આવે છે, હાલ એવી જ એક ઘટનાએ ચકચારી મચાવી છે, જેમાં એક દંપતીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે.

આ ઘટના બની છે રાજસ્થાનના ભરતપુરમાં આવેલા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના સાંતરુક ગામની અંદર.. જ્યાં શુક્રવારની સવારે એક દંપતી ફાંસીના ફંદા ઉપર ઝૂલતા મળ્યા હતા. પત્નીનું શબ ઘરની અંદર તો પતિનું શબ બહાર ઓસળીમાં લટકતું મળ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા જ તે ઘટના સ્થળે પહોંચી હતી અને શબને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ આપઘાતનો કેસ સામે આવ્યો છે. પોલીસનું કહેવું છે કે ગૃહ ક્લેશના કારણે બન્ને વચ્ચે વિવાદ થયો અને પહેલા પત્નીએ આપઘાત કરી લીધો જેના બાદ પતિને ખબર પડતા જ તેમને પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના સમયે પરિવારજનો ખેતરમાં હતા.

આ દંપતીના લગ્ન લગભગ 2 વર્ષ પહેલા થયા હતા અને કોઈ સંતાન નહોતું. તો બીજી તરફ મૃતક પરિણીતાના પિતાએ દહેજમાં હત્યાનો મામલો દાખલ કરાવ્યો છે. અચાનક થયેલી આ ઘટનાથી આખા પરિવારજનો આઘાતમાં છે. બંનેની અંતિમ યાત્રા સમયે પણ ગામમાં ખુબ જ કરુણ દૃશ્યો સર્જાયા હતા.