ગાંધીનગરમાં માતા દીકરીએ પતિ ઘનશ્યામ પટેલની ભયાનક રીતે હત્યા કરી, મગજ કામ ન કરે એવું કારણ આવ્યું સામે

ગાંધીનગર ઘનશ્યામ પટેલ હત્યા કેસમાં નવો વણાંક: સગીર દીકરીએ કટરથી ગળું કાપ્યું, માં એ સાથ આપ્યો, હવે થઇ ગયો મોટો ખુલાસો, પત્નીનું આ વ્યક્તિ જોડે લફડું….

ગાંધીનગરના પેથાપુરના કોલવાડા ગામની હત્યાકાંડનો ભેદ તો પોલિસે પહેલા ઉકેલ્યો હતો, પરંતુ હાલ આ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પત્નીએ પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી. પુત્રીની છેડતીના બહાને પેથાપુર હત્યાકાંડને અંજામ આપ્યો હોવાની પત્નીએ ગાંધીનગર પોલીસ સમક્ષ કબૂલાત કરી છે, પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે તેણે પ્રેમીને કરોડોની જમીનની લાલચ આપીને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીઓમાં પ્રેમી સંજય પટેલ અને તેની પત્ની સોનલ પટેલ પણ સામેલ છે. આરોપી સંજયે તેની પ્રેમિકા રિશિતાને ફસાવવા માટે પતિની હત્યા કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર 23 જૂનના રોજ કોલવાડા ગામમાં ઘનશ્યામ પટેલની પત્ની રિશિતાએ અને સગીર પુત્રીએ તેમની હત્યા કરી દીધી હતી. જેમાં પત્નીએ આક્ષેપ કર્યો હતો કે, પતિ પુત્રીની હાજરીમાં સંબંધ બાંધવાની વાત કરતો હતો અને તેણે દીકરીની પણ છેડતી કરી હતી. જેથી રિશિતાએ તેના પતિને મારી નાખવાની વાત કરી હતી. પરંતુ આ હત્યાની તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે. આરોપી રિશિતાએ તેના પ્રેમી સંજય પટેલ સાથે મળીને તેના પતિની મિલકત માટે કાવતરું ઘડ્યું હતું. ધરપકડ બાદ પોલીસે રિશિતાના પ્રેમી સંજય અને તેની પત્ની સોનલની પણ ધરપકડ કરી છે.

ગાઢ નિંદ્રામાં સૂતેલા ઘનશ્યામ પટેલ પર સૌ પહેલા સંજયે પરાશના ઘા ઝીંક્યા હતા અને રિશિતા અને તેની 15 વર્ષની સગીર દીકરીએ ઘનશ્યાન પટેલના હાથ પકડ્યા હતા અને મોઢુ પણ દબાવ્યુ હતુ, જ્યારે સંજયની પત્ની સોનલે પગ પકડ્યા હતા. આ બધાએ મળી ઘનશ્યામ પટેલની હત્યાને અંજામ આપ્યો હતો. દિવ્ય ભાસ્કર ડિજિટલ અનુસાર દારૂની લતને કારણે રિશિતા અને ઘનશ્યામ વચ્ચે રોજ કંકાસ થતો અને તેમાં પણ રિશિતાના પ્રેમ પ્રકરણની જાણ થતા જ બંને વચ્ચે ઝઘડા પણ વધી ગયા હતા. જેને કારણે રિશિતા તેની દીકરી સાથે અમદાવાદ રહેવા જતી રહી હતી. આ દરમિયાન તેની ખાસ મિત્ર સોનલ અને તેના પતિ સંજયે તેની મદદ કરી અને તેના કારણે સંજય અને રિશિતા વચ્ચે પ્રેમ પાંગર્યો.

આ વાતથી સંજયની પત્ની અને રિશિતાની ખાસ મિત્ર સોનલ અજાણ હતી. ઘનશ્યામ પટેલના ત્રણ વીઘા જમીનના ભાવ આસમાને હોવાથી રિશિતાના મનમાં લાલચ જાગી અને તે તેના પ્રેમી સંજય વિના પણ રહી શકતી ન હતી જેને કારણે બંનેએ મળી હત્યાનો પ્લાન ઘડ્યો. ઘનશ્યામનું કાસળ કાઢ્યા બાદ જમીનના પૈસામાંથી સંજયને પણ ભાગ આપવાનું નક્કી થય. જો કે, 15 વર્ષની દીકરી પિતાની કરતૂતને કારણે નારાજ હતી અને તેનો જ ફાયદો રિશિતાએ ઉઠાવ્યો અને તે તેની દીકરીના મનમાં તેના પિતા વિરૂદ્ધ કાન ભરતી હતી.જે બાદ અગાઉ પ્લાન કર્યા મુજબ રિશીતા દીકરીને ઘનશ્યામ પટેલ સાથે રહેવા મોકલે છે.

ઘનશ્યામ પટેલે પણ દારૂની લતને તિલાંજલિ આપી હતી. પણ અચાનક દારૂ બંધ કરવાના કારણે તે રાત્રે સૂઈ શકતો ન હતો. હત્યાકાંડના સપ્તાહ પહેલા રિશિતા પણ કોલવડા આવી ગઇ અને તે ઊંઘની ગોળીઓ ઘનશ્યામ પટેલને આપતી અને જોતી કે તે કેટલીવાર સુધી ગાઢ ઊંઘમાં સૂવે છે. ત્યારે 20 જૂનના રોજ પ્રેમી સંજયને ફોન કરી રિશિતાએ હત્યાનો પ્લાન ઘડ્યો અને 23 જૂનના રોજ ઘનશ્યામ પટેલ બપોરના સમયે ગાઢ નિંદ્રામાં હતો ત્યારે જ સંજયને રિશીતાએ ફોન કરીને કોલવડા ગામ બહાર ઊભો રાખ્યો અને કહ્યુ કે, બોલાવું એટલે ઘરે આવી જજે. રિશીતા અને ઘનશ્યામ વચ્ચે ઝઘડો થયો હોવાનું પત્ની સોનલને કહીને સંજય ઘરેથી એક્ટિવા લઇને નિકળ્યો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

તે બાદ સોનલ પણ પતિનો સાથ આપવા આવી અને બાદમાં બંને કોલવડા બહાર એક ઝાડ નીચે આવીને ઉભા રહ્યા હતા. રિશીતાનો ફોન આવતા જ બંને ઘરે પહોંચ્યા અને હત્યાની વાત સાંભળીને સોનલે નનૈયો ભણી દીધો હતો. જે બાદ સંજયે કહ્યું- રિશીતા આપણાં 18 વર્ષના દીકરાને વિદેશ મોકલવા માટે પૈસા આપશે. આ સાંભળીને સોનલ પણ લાલચમાં આવી અને તેણે પણ હત્યામાં સાથ આપ્યો.પોલિસે સંજયની પૂછપરછ કરી ત્યારે તે ગોળ ગોળ જવાબ આપતો હતો અને પોલીસે અમદાવાદથી કોલવડા સુધીમાં પચાસ જેટલા સીસીટીવી ચેક કર્યા જે બાદ હત્યાના દિવસે સંજય અને સોનલ એક્ટિવા પર કોલવડા તરફ જતાં દેખાયા હતા. આ સામે આવતા જ તેની કડકાઇથી પૂછપરછ થઇ અને પછી નક્કર પુરાવા હાથમાં આવતા પોલિસે સંજયને ઉઠાવ્યો અને તેણે હત્યાની કબૂલાત કરી,

Shah Jina