ખબર

સુરત:ટીચરે પતિનો કાંટો કાઢવા પ્રેમીને તળાવમાં ધક્કો માર્યો અને પછી જે થયું એ જાણીને હોંશ ઠેકાણે નહિ રહે

આજકાલ સમાજમાં લગ્નેતર સંબંધોનું પ્રમાણ ખુબ જ વધ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા આ સંબંધોનો વધુ વેગ મળ્યો છે. સમાચાર પત્રોમાં અને ટીવી સમાચારોમાં રોજ-બરોજ કોઈને કોઈ આ પ્રકારનો કિસ્સો સામે આવતો હોય છે. ત્યારે સંબંધો ઉપરથી કોઈનો પણ વિશ્વાસ ડગમગી ઉઠે છે.

Image Source

આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો જેમાં એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની હત્યા કરવાનું કાવતરું બનાવી લીધું, પરંતુ તેનો અંજામ ખુબ જ ભયાનક આવ્યો. પ્લાન બનાવ્યો હતો પતિને મોતને ઘાટ ઉતારવાનો પરંતુ પ્રેમી પણ મૃત્યુનો ભોગ બની ગયો.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં રહતી એક પરણિત મહિલાને દોઢ વર્ષ પહેલા જ એક યુવક સાથે ઓળખાણ થઇ અને એ ઓળખાણ ધીમે ધીમે પ્રણય સંબંધ સુધી પહોંચી ગઈ. તે મહિલાનો પતિ આ બાબતથી અજાણ હતો. પરંતુ ચાર મહિના પહેલા પતિને પોતાની પત્નીના આડા સંબંધો વિશે જાણ થતા જ બંને વચ્ચે અણબનાવો શરૂ થઈ ગયા હતા. ખુશ્બુએ પોતાના પતિ પાસે છૂટાછેડાની પણ માંગણી કરી હતી. પરંતુ તેના પતિએ છૂટાછેડા આપવાની ના કહી હતી.

Image Source

પ્રેમમાં આંધળી બનેલી અને પતિની રોકટોકથી કંટાળેલી મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને મારી નાખવાનું જ કાવતરું બનાવી દીધું. જેના માટે સોમવારે પોતાના પતિ સાથે મોટરસાયકલ ઉપર બહાર જવા માટે પત્ની નીકળી તેની જાણ તેના પ્રેમની અગાઉથી જ કરી દીધી હતી. રસ્તામાં મોટરસાયકલ ઉભી રખાવી ત્યાં જ તેનો પ્રેમી પણ આવી ચઢ્યો.

Image Source

પતિ અને પ્રેમી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બંને મારામારી પર પણ ઉતરી આવ્યા, સુમસામ વિસ્તાર હોય પત્ની અને પ્રેમી માટે પતિને મૃત્યુને ઘાટ ઉતારવા એ જગ્યા અનુકૂળ હતી. બાજુમાં તળાવ પણ હતું અને પોતાના પ્લાન અનુસાર પતિને તળાવમાં ધક્કો મારીને ડુબાળી દેવાનું જ કાવતરું હતું.

Image Source

જેવો તે મહિલાનો પ્રેમી પતિને તળાવમાં ધક્કો મારવા માટે ગયો તેવો જ પતિએ તેના પ્રેમીના શર્ટનો કોલર પકડી અને તેને પણ તળાવમાં ખેંચી લીધો અને જેમાં બંને જણા ડૂબવા લાગ્યા. પત્નીએ આસપાસ મદદ માટે બુમાબુમ કરી પરંતુ સુમસામ વિસ્તાર અને રાત્રિનો સમય હોય કોઈ આવ્યું નહિ અને અંતે પતિ સાથે તેના પ્રેમીનું પણ મૃત્યુ થયું હતું.

આ આગાઉ પણ પતિને મારી નાખવાનું કાવતરું આજ તળાવ પાસે પત્ની દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ એ સમયે પ્રેમી મોડો પડતા પ્લાન નિષ્ફળ રહ્યો હતો. પરંતુ બીજીવાર બનાવેલા કાવતરામાં પતિ સાથે પ્રેમીથી પણ એ મહિલાને હાથ ધોવા પડ્યા હતા.

Image Source

આ સમગ્ર મામલો બહાર આવતા મૃત પતિના પરિવારજનોએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે પત્નીની ધરપકડ કરતા આ રહસ્ય સામે આવ્યું હતું.