પતિની નોકરી ઉપર હતી પત્નીની નજર, પછી પ્રેમી સાથે મળી અને એવું ષડયંત્ર રચ્યું કે જાણીને તમને પણ સંબંધો ઉપરથી વિશ્વાસ ઉઠી જશે

પતિ નોકરી પર જતો અને પત્નીએ ચાલુ કર્યું લફરું, પત્ની અને પ્રેમીએ જે કાંડ કર્યો એ જાણીને ચક્કર આવી જશે

પતિ અને પત્નીનો સંબંધ એક જન્મનો નહિ પરંતુ સાત જન્મ સુધીનો હોય છે એવું આપણે ત્યાં કહેવાય છે, પરંતુ આજના સમયમાં અને સોશિયલ મીડિયાના વધતા જતા પ્રસારના કારણે પતિ પત્નીના સંબંધોમાં પણ તિરાડ પડવાની ઘણી ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. આવી ઘટનાઓના પરિણામો પણ ઘણી વાર ખુબ જ ભયાનક આવે છે. પરંતુ હાલ જે ખબર સામે આવી છે તે ચોંકાવનારી જ નહિ પરંતુ રૂવાંડા ઉભા કરી દેનારી છે.

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક મહિલાએ તેના પતિની નોકરી હડપવા માટે પોતાની મા અને પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની હત્યાનું કાવતરું રચી નાખ્યું હતું. જેના કારણે તે અનુકંપાના આધાર ઉપર પતિની જગ્યાએ નોકરી મળેવી શકે અને બાકીનું જીવન તેના પ્રેમી સાથે આરામથી વિતાવી શકે.

તેને ખુબ જ ચાલાકીથી આ સમગ્ર વારદાતને અંજામ આપ્યો હતો. પરંતુ પોલીસ તપાસની અંદર શંકા તેની પત્ની ઉપર જ ગઈ અને આખરે આ સમગ્ર મામલાનો ખુલાસો થઇ ગયો. જયારે આ મામલાનો ખુલાસો થયો ત્યારે જાણીને સૌ કોઈ હેરાન પણ રહી ગયા હતા.  હાલમાં આ ઘટના ચર્ચાનો વિષય પણ બની છે.

પોલીસ તપાસમાં અત્યાર સુધી જે સામે આવ્યું છે તે પ્રમાણે મહિલાનો પતિ વેસ્ટર્ન કોલફિલ્ડર્સ લિમિટેડ (WCL)માં કામ કરતો હતો. પત્ની સાથેના તેના સંબંધો સારા નહોતા. તેની પત્નીનો સંબંધ તેની જ બહેનના દિયર સાથે હતો. જની સાથે જ તે આગળનું જીવન વિતાવવા માંગતી હતી. એવામાં તેને પોતાના પ્રેમી સાથે મળી અને પતિને રસ્તામાંથી હટાવાનું ષડયંત્ર રચ્યું. જેના કારણે તે પતિની જગ્યાએ નોકરી કરી શકે અને બાકીનું જીવન પ્રેમી સાથે વિતાવી શકે.

મહિલાનો પતિ દારૂનો બંધાણી હતો અને નશાની હાલતમાં જ ઘણીવાર પત્ની સાથે દુર્વ્યવહાર પણ કરતો હતો. એવામાં મહિલાની માતાએ પણ તેનો સાથ આપ્યો. મહિલાની ઉંમર 25 વર્ષ છે જયારે પતિની ઉંમર 34 વર્ષની હતી. પતિનું શબ્દ વર્ધા નદીના કિનારે સાસ્તી રોડ ઉપર મળ્યું. પ્રાનુત પોલીસને શબની ઉપર વાઘેલાના નિશાન મળવા ઉપર હત્યાની શંકા ગઈ.

પોલીસને પુછપરછ કરવા ઉપર હત્યાની આશંકા થઇ. જણાવવામાં આવી રહ્યું છે કે હત્યા કરવા માટે પ્રેમીએ તેના એક મિત્રની પણ મદદ લીધી હતી. જેને મહિલાના પતિને રસ્તામા દારૂની દુકાન પૂછવા માટે ઉભો રાખ્યો હતો. પછી બંને સાથે જ ત્યાં ગયા. આ દરમિયાન તેને મહિલાના પતિને ખુબ જ દારૂ પીવડાવ્યો અને જયારે તે નશામાં આવી ગયો ત્યારે ગળું દબાવીને તેની હત્યા કરી નાખવામાં આવી અને પછી ગળા ઉપર બ્લેડ મારી દેવામાં આવી. પોલીસે આ મામલામાં મૃતકની પત્ની, તેના પ્રેમી સાથે ચાર અન્ય લોકોની ધરપકડ કરી છે.

Niraj Patel