પરિવારની મરજી વિરૂદ્ધ કર્યા હતા લવ મેરેજ, હવે લગ્નના ત્રણ મહિના બાદ પતિએ આપી દર્દનાક મોત

ત્રણ મહિના પહેલા થયા હતા લગ્ન, ઘરમાં મળી નવવિવાહિતાની ખૂનથી લથપથ લાશ

પ્રેમ આંધળો હોય છે અને તેની આગળ તો કોઇ કંઇ જ જોતુ નથી. ઘણા લોકો પરિવારની મરજી વિરૂદ્ધ પ્રેમ લગ્ન કરે છે. પરંતુ ઘણીવાર આ લગ્નનો અંજામ અલગ આવતો હોય છે. હાલ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતિએ લગભગ ત્રણ મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને તેની બેરહેમથી હત્યા કરી દેવામાં આવી છે.

આ કિસ્સો લખનઉના પારા થાના ક્ષેત્રના મુન્નૂખેડી ગોકુલધામ આવાસ વિકાસ કોલોની છે. ઉન્નાવ જિલ્લાની રહેવાસી દીપિકા જે 26 વર્ષની છે, તેણે લગભગ ત્રણેક મહિના પહેલા જ અભિષેક ઉર્ફ દુર્ગેશ યાદવ સાથે લવ મેરેજ કર્યા હતા અને આ લગ્નમાં દીપિકાની માતા સામેલ થઇ હતી.

લગ્ન બાદ દીપિકા તેના પતિ સાથે મુન્નૂખેડા ગોકુલધામ આવાસ કોલોનીમાં રહેતી હતી. તેઓ છેલ્લા 2-3 મહિનાથી ભાડા પર રહેતા હતા અને દીપિકા બ્યુટી પાર્લર ચલાવતી હતી. નવવિવાહિતાના ભાઇએ આરોપ લગાવ્યો છે કે, લગ્ન બાદ દુર્ગેશ સહિત તેની માતા, પિતા અને ભાઇ દહેજ માટે પ્રતાડિત કરતા હતા. દીપિકા 2 ઓગસ્ટે પિયર ગઇ હતી અને બહેનને સોનાની જંજીર, ઝાલે આપી લોકેટ લઇ સાસરે જતી રહી હતી. જયાં સાસરવાળાએ મળીને તેની પીટાઇ કરી દીધી.

આ ઘટનાની જાણકારી એક ટેમ્પોચાલકે ફોન કરી તેના ઘરે આપી હતી. જેના પર દીપિકાનો ભાઇ 3 ઓગસ્ટે તેની ખબર લેવા માટે આવ્યો હતો પરંતુ દરવાજો બંધ હતો. 4 ઓગસ્ટે સવારે તે તેની બહેનનો હાલચાલ પૂછવા ઘરે પહોંચ્યો, દરવાજો ખખડાયો તો કોઇ ઘરેથી બહાર ન આવ્યુ. તે બાદ દરવાજાની અંદર ઝાંખી જોયુ તો તેના હોશ ઉડી ગયા.

તેની બહેન દીપિકા જમીન પર પડેલી હતી અને ખૂનથી લથપથ તેની લાશ હતી. તેનું ગળુ ધારદાર હથિયારથી કાપવામાં આવ્યુ હતુ અને તેના હાથ પર ચપ્પાના નિશાન હતા. ત્યાંથી સફેદ રંગની એક શર્ટ ખૂનથી લથપથ પણ મળી આવી હતી. પરિવારજનોએ દીપિકાની હત્યાનો આરોપ તેના પતિ દુર્ગેશ પર લગાવ્યો છે. તેઓએ 31 મે 2021ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા.

Shah Jina