પતિ ઈંગ્લેન્ડમાં આખો દિવસ મજૂરી કરતો અને પત્ની કોલેજના બહાને રંગરેલિયા મનાવતી…બોયફ્રેન્ડ સાથે પ્રેગ્નેટ પણ થઇ ગઇ

જે યુવતિને તમે દિલોજાનથી પ્રેમ કર્યો હોય અને વિદેશની ધરતી પર પગ મૂક્યા પછી તેના તેવર બદલાઈ જાય તો…આવો જ એક
કિસ્સો સામે આવ્યો. ચરોતરના એક યુવકના દક્ષિણ ગુજરાતની એક યુવતી સાથે ઓક્ટોબર 2020માં લવમેરેજ થયા હતા. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી.

ત્રણ વર્ષ રિલેશનમાં રહ્યા બાદ તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું, પણ યુવતિના માતા-પિતા યુવકને જમાઈ તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. ત્યારે પરિવાર સંમત ન થતા આખરે બંનેએ ઓક્ટોબર 2020માં ભાગીને રજિસ્ટર્ડ મેરેજ કર્યા. જોકે, તે પછી યુવતિના પરિવારે આ સંબંધ સ્વીકારી લીધો અને સમાજના રિત-રિવાજ અનુસાર લગ્ન કરાવી આપવાની તૈયારી બતાવી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ પછી ડિસેમ્બર મહિનામાં ધામધૂમથી લગ્ન થયા, પણ યુવતિના પરિજનો અંદરખાને આ સંબંધની ખુશ નહોતા. યુવક નડિયાદમાં કોન્ટ્રાક્ટ પર સરકારી ઓફિસમાં જોબ કરતો અને તેની આવક મર્યાદિત હતી. જો કે, પરિવારને પૈસે-ટકે કોઈ પ્રોબ્લેમ નહોતી પણ યુવતિના માતા-પિતા તેને હંમેશા એક જ વાત કહેતા કે ભારતમાં તારુ શું ભવિષ્ય ?

ત્યારે લગ્નના થોડા સમય પછી યુવતિ અને તેની સાસુ વચ્ચે મતભેદ થવા લાગ્યા કારણ કે યુવતિ એક મોર્ડન છોકરી હતી, જ્યારે યુવકના માતા જૂનવાણી વિચારો ધરાવતા હતા. ત્યારે આ જ સ્થિતિમાં યુવકને તેના ઘણા મિત્રોની જેમ યુકે જવાનો વિચાર આવ્યો,

અને તેણે લગ્નના છએક મહિનામાં બંનેએ યુકે જવાની તૈયારી શરૂ કરી. યુવતિ ભણવામાં હોંશિયાર હોવાથી તે IELTSમાં સારા બેન્ડ આવી અને તેને યુકેના સ્ટૂડન્ટ વિઝા મળી ગયા. યુવકે તેને યુકે મોકલવા માટે 22 લાખ જેટલો ખર્ચો પણ કર્યો. યુવતિ ડિસેમ્બર 2021માં યુકે ગઈ અને પછી થોડા મહિનામાં યુવકને પણ તેના ડિપેન્ડન્ટ તરીકે યુકે જવાનું હતું.

યુકેમાં યુવતિના રહેવા અને જમવાની વ્યવસ્થા પણ યુવકના એક ખાસ મિત્રના ઘરે ગોઠવાઈ હતી. જૂન 2022માં યુવકના પણ વિઝા આવી ગયા અને તે પણ પત્ની સાથે રહેવા યુકે નીકળી ગયો. યુવકની એવી ગણતરી હતી કે ગમે તેમ કરી 22 લાખનું દેવું ચૂકવવાનું.

યુવકે પહોંચ્યાના 20 દિવસ પછી તેને જોબ પણ મળી ગઈ અને ધીરે-ધીરે તે સિસ્ટમ સમજી રહ્યો હતો. યુવકે બે મહિનામાં તો એક સાથે ત્રણ-ત્રણ પાર્ટ ટાઈમ જોબ્સ પણ કરવાનું શરૂ કરી દીધું. થોડા દિવસોમાં તો યુવક સવારે સાત વાગ્યે નીકળતો અને રાત્રે 11-12 વાગ્યે પાછો આવતો. કારણ કે સ્ટૂડન્ટ વિઝા પર યુવતિ ગઇ હોવાને કારણે તે ફુલ ટાઈમ જોબ નહોતી કરી શકે એમ.

જોકે, યુવકના આવ્યાના ત્રણ મહિના સુધી તેણે જોબ કરી પણ પછી લગભગ સપ્ટેમ્બર મહિનામાં તેણે નોકરી છોડી દીધી. યુવક ઈચ્છતો કે યુવતિ કમસે કમ મહિને 500-700 પાઉન્ડ વાળી નોકરી કરે તો ઘરનું ભાડું નીકળે અને જલ્દી દેવું ચૂકતે થઇ શકે. પણ યુવતિ તો ભણવાના બહાને જોબ કરવાનું ટાળતી.

આમને આમ દિવસો વીતતા ગયા અને એક દિવસ યુવતિનો ફોન યુવકના હાથમાં આવ્યો. તેના ફોનમાં નજર પડી તો યુવકને વોટ્સએપ નોટિફિકેશન દેખાઇ અને એમાં કેટલાક મેસેજ દેખાયા જેને લઇને તેના મનમાં પત્નીને લઇને શંકા જન્મી.આ મેસેજ વિશે પૂછતા યુવતિએ કહ્યુ- તે મારો સારો ફ્રેન્ડ છે,

કોલેજમાં મારી સાથે ભણે છે. જોકે, આ વિશે વધારે માથાકૂટ કરવાનું ટાળી યુવકે પત્નીને વોર્નિંગ આપી કે તું આ વ્યક્તિ સાથે વાત કરવાનું બંધ કરી દે. જો કે, આ વાતને લઇને બંને વચ્ચે એટલો મોટો ઝઘડો થયો કે તે જેની સાથે શેરિંગમાં રહેતા હતા તે ગુજરાતી કપલ પણ ઉઠી ગયું અને તેમણે યુવતિને સમજાવવા પ્રયાસ કર્યો તો અમારી વચ્ચે બોલનારો તું કોણ એવું કહી યુવતિએ ઝાટકી નાખ્યો.

10 જાન્યુઆરીએ યુવકે વહેલી સવારની જે જોબ હતી ત્યાં રજા પાડી કારણ કે તેની તબિયત થોડી નરમ હતી. ત્યારે યુવક બારેક વાગ્યે શાવર લઈ રહ્યો હતો તે સમયે યુવતિએ પૂછ્યુ- આજે જોબ પર તારે જવામાં મોડું નથી થતું?

આ પછી યુવકે બોસને ફોન કરી પોતે મોડો આવશે તે કહેવા ફોન હાથમાં લીધો તો બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હતી. આ સમયે તેણે પત્નીનો ફોન લીધો તો તેમાં મેસેજ દેખાયો કે હું બસ થોડી જ વારમાં તારા ઘરે પહોંચી રહ્યો છું. એટલે કે પતિની ગેરહાજરીમાં યુવતિ અને તેનો બોયફ્રેન્ડ ઘરમાં જ મળતા.

આ સમયે છેલ્લી વોર્નિંગ આપતા પતિએ પત્નીને કહ્યું કે જો હવે તે આ માણસ સાથેના સંબંધ પર પૂર્ણવિરામ નહિ મૂકે તો તારા મા-બાપને આ કરતૂતની જાણ કરીશ. જો કે, યુવતિએ તો પતિની પાછળ નવી ગેમ રમવાની શરૂ કરી. તેણે તેની મમ્મીને ફોન કરી કહ્યુ કે તેનો પતિ તેને મારે છે અને મનફાવે એમ ગાળો બોલે છે. ત્યારે માંડ માંડ યુવકે પરિવારને સમજાવ્યો કે ઘરમાં કેમેરા લાગેલા છે,

તેને પૂછો કે મેં ક્યારે તેના પર હાથ ઉઠાવ્યો. જ્યારે યુવકે ઘરમાં પગ મૂક્યો તો યુવતિએ કહ્યુ કે આજ પછી જો મારા ફોનને હાથ લગાવ્યો તો હું પોલીસ કેસમાં ફસાવી દઈશ કે ઈન્ડિયા પાછા જવાનો વારો આવશે. ઘણુ બધુ થયુ પછી યુવકે પત્ની વિરૂદ્ધ પુરાવા એકત્ર કરવા લાગ્યો. પત્નીની કરતૂતોનો ભાંડો ફોડવા તેણે ભૂતકાળ ફંફોસવાનું શરૂ કર્યું.

નવેમ્બર 2022માં તેણે જે જગ્યાએથી જોબ છોડી ત્યાં તેણે તપાસ કરી તો તેને ખબર પડી કે તે સમયે પત્નીએ પોતાને મિસકેરેજ થયું હોવાનું કારણ આપી રાજીનામું આપ્યું હતું, પણ ચોંકાવનારી વાત એ હતી કે તે વખતે બંને વચ્ચે કોઈ ફિઝિકલ રિલેશન જ નહોતાં તો તે પ્રેગ્નેટ કેવી રીતે થઈ. આ પછી તેને પત્નીના સાઉથ ઈન્ડિયન બોયફ્રેન્ડ વિશે ખબર પડી, બોયફ્રેન્ડ સાથેના ચેટ રેકોર્ડ્સ અને કોલેજમાં હાજરી સહિતની અનેક વિગતો તેણે ભેગી કરી.

આ દરમિયાન ઓક્ટોબર 2023માં તેના વિઝા પૂરા થઈ ગયા અને FLRO માટે એપ્લાય કર્યું. ગમે ત્યારે તેને યુકે છોડવું પડે તેમ હતું, પણ મિત્રો કામમાં આવ્યા હતા. તેમણે યુવક માટે સ્કીલ્ડ વર્કર્સ વિઝા દોડધામ શરૂ કરી. જ્યારે યુવક ઘર ખાલી કરી રહ્યો હતો ત્યારે તેના હાથમાં એક પેપર આવ્યું, જે કોઈ હોસ્પિટલનું હતું. આ પેપરમાં એબોર્શનની વિગતો હતી.

Shah Jina