અજબગજબ

સાસુએ કરાવ્યા તેની વિધવા પુત્રવધૂના બીજા લગ્ન, કહ્યું, ‘મને મારી વહુ પ્રત્યે પ્રેમ છે, એને આટલી નાની ઉંમરમાં…’

આપણા સમાજમાં જયારે પણ આપણે સાસુ-વહુના સંબંધોની વાત કરીએ તો હંમેશા ઝઘડા અને કલેશનો જ વિચાર આવે છે, એટલે જ કહેવામાં આવે છે કે સાસુ અને વહુની એકબીજા સાથે સારી બનતી નથી હોતી. સાસુ હંમેશા વહુનું ખરાબ જ ઇચ્છતી હોય છે અને વહુ સાસુનું. પણ હવે એવું નથી રહ્યું, સમયની સાથે દેશ અને લોકો પણ બદલાઈ રહયા છે અને આ વિચારસરણી પણ બદલાઈ રહી છે. ઓડિશાના અંગુલ જિલ્લામાં ગોબરા ગામના પૂર્વ સરપંચ પ્રતિમા બેહરાએ તેની વિધવા પુત્રવધૂના લગ્ન કરાવીને સાસુ-વહુના સંબંધનો એક અનોખો દાખલો બેસાડ્યો છે.

Image Source

પ્રતિમા બેહરાએ પોતાના દીકરાના મૃત્યુ પછી વહુના ફરીથી લગ્ન કરાવ્યા. પ્રતિમાના દીકરા રશ્મિરંજનનું કોલસાની ખાણમાં અકસ્માત દરમિયાન મોત નીપજ્યું હતું. દીકરાના અવસાન બાદ સમગ્ર પરિવારમાં શોક છવાયો હતો. માની સાથે સાથે જ રશ્મિરંજનની પત્ની લીલીની હાલત પણ રડી-રડીને ખૂબ જ ખરાબ થઇ ગઈ હતી. સાસુથી પોતાની પુત્રવધૂનું આ દુઃખ જ જોઈ શકાયું, અને તેન બીજા લગ્ન કરાવવાનું વિચાર્યું.

Image Source

આ માટે તેણે પોતાના ભાઈના પુત્ર સંગ્રામ બેહરાની પસંદગી કરી. પ્રારંભિક વાતચીત પછી, દરેક લોકો તેના માટે સંમત થયા. આ પછી, બંનેના લગ્ન જિલ્લાના રાજકિશોરપાડા મંદિરમાં થયા હતા. આ દરમિયાન લીલીના સાસરીવાળા અને પિયરનો પરિવાર પણ હાજર હતા.

Image Source

આ ઉમદા કામ વિશે, પ્રતિમાજી ભીની આંખો સાથે કહે છે, ‘મેં અકસ્માતમાં મારો દીકરો ગુમાવ્યો, આ ખોટ ક્યારેય ભરી નહિ શકાય, તેમ છતાં હું મારી પુત્રવધૂને પણ ચાહું છું. હું ઇચ્છું છું કે તે સુખી જીવન જીવે. આટલી નાની ઉંમરે તેના રડતા અને દુઃખી જોવાનું મારા માટે ખૂબ જ મુશ્કેલ છે. તેથી મેં નક્કી કર્યું કે હું મારી પુત્રવધૂના બીજા લગ્ન કરાવીશ.’

Image Source

દરેક લોકો પ્રતિમાજીના આ ઉમદા કાર્ય અને વિચારની પ્રશંસા કરી રહ્યા છે. તેઓએ સમાજની જૂની વિચારસરણી બદલી છે. સાસુ હોવા છતાં, તેણે પુત્રવધૂને પ્રેમ અને આદર આપ્યો છે. જો સમાજમાં દરેક વ્યક્તિએ આવું વિચારવાનું શરૂ કરે, તો સમાજમાં ઘણું પરિવર્તન લાવી શકાય છે.

Image Source

જ્યાં એક તરફ આપણે સમાચાર સાંભળીએ છીએ કે સાસુએ પુત્રવધૂ પર ત્રાસ ગુજાર્યો છે તો બીજી તરફ પછી સાસુએ પુત્રવધૂના બીજા લગ્ન કરાવ્યા હોવાના સમાચાર પણ આવે છે. આવી સ્થિતિમાં, બધા લોકોએ પ્રતિમાજી પાસેથી શીખ લેવી જોઈએ. આપણે સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સુખી જીવનની ચાવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.