અજબગજબ

પરિચિતના મૃત્યુ પામેલા વ્યક્તિનું તમારા સ્વપ્નમાં આવવું શુભ છે કે અશુભ ? જાણો રોચક રહસ્ય

માણસ રાત્રે સુઈ જાય છે ત્યારબાદ એક અલૌકિક દુનિયામાં પહોંચી જાય છે, આપણે તેને સપનાની દુનિયા તરીકે ઓળખીએ છીએ, દિવસ દરમિયાન કરેલા કેટલાક વિચારો કે કેટલીક અધૂરી ઈચ્છાઓ આપણા સપનામાં પુરી થતી હોય છે, પરંતુ ઘણા લોકોને સપના યાદ પણ નથી રહેતા, ક્યારેક સપનામાં આપણે કોઈ મિત્રને જોઈએ છીએ તો કોઈ નજીકના વ્યક્તિને, ક્યારેક સ્વપ્નમાં આપણું કોઈ અંગત વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય તે પણ દેખાય છે, આ ઘટના શુભ છે કે અશુભ એવું ઘણા લોકો વિચારતા હોય છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર મૃત વ્યક્તિનું સ્વપ્નમાં આવવું આપણે કેટલાક સંકેતો પણ આપે છે. તો ચાલો જોઈએ આ સંકેતો શું હોય છે અને આ સપના શુભ છે કે અશુભ.

Image Source

જો તમારા પરિવાનું કોઈ વ્યક્તિનું મૃત્યુ બીમારીના કારણે થયું છે અને જો તમારા સ્વપ્નમાં તમને એ વ્યક્તિ સ્વસ્થ દેખાય છે તો એ સંકેત આપે છે કે એનો બીજો જન્મ કોઈ સારા સ્થાન ઉપર થયો છે અને તે સ્વસ્થ છે, આ સ્વપ્ન દ્વારા એ વ્યક્તિ તમને એમ કહેવા માંગે છે કે તમે એમના વિષે વિચારી અને હવે દુઃખી ના થાવ, સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ સ્વપ્નને આશ્વાસન સ્વપ્ન નામ આપવામાં આવ્યું છે.

Image Source

જો કોઈ સ્વસ્થનું મૃત્યુ થયું હોય અને તે બીમાર બનીને તમારા સ્વપ્નમાં આવે તો એ સંકેત આપી રહ્યું છે કે તે વ્યક્તિની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ છે, જેને તે તમારા માધ્યમ દ્વારા પૂર્ણ કરવા માંગે છે. જો શક્ય હોય તો તમે તેમની ઈચ્છાને અવશ્ય પુરી કરો, જેના કારણે સ્વર્ગવાસી વ્યક્તિની આત્માને શાંતિ મળી શકે.

Image Source

ક્યારેક સ્વપ્નમાં આપણું પરિજન દેખાય પરંતુ તે કઈ બોલતું નથી હોતું, સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે તેનો સંકેત છે કે તમને એ વ્યક્તિ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ વિષે અવગત કરાવી રહ્યા છે. તે નિશાની આપી રહ્યું છે કે તમે આગળના સમયમાં કોઈ ખોટું કામ કરવાના છો અથવા તો તમે એમ કરવા વિષે વિચારવાના છો.

Image Source

જો તમારા સ્વપ્નમાં તમારા પરિજનો આવીને તમને આશીર્વાદ આપી રહ્યા છે તો તેનો સંકેત છે કે તમે જે પણ કઈ કાર્ય કરવાના છો તેની અંદર તમને સફળતા મળવાની છે. ઉપરાંત જો સ્વપ્નની અંદર પરિજન દુઃખી દેખાય છે તો તેનો મતલબ એ છે કે તમારા કામથી તે ખુશ નથી.

Image Source

ઘણીવાર સપનામાં આવીને આપણા પરિજનો કોઈ વસ્તુ માંગે છે પરંતુ કઈ બોલતા નથી, જેમ કે તે સ્વપ્નમાં નિર્વસ્ત્ર દેખાઈ રહ્યા છે અથવા તો તેમના પગમાં ચપ્પલ નથી, અથવા તો તે ભૂખ્યા દેખાય છે તો તેનો અર્થ છે કે તમારે એ વસ્તુનું દાન કોઈ ગરીબને કરી દેવું જોઈએ.

Image Source

જો તમારા સ્વપ્નમાં કોઈ જીવતો વ્યક્તિ મુરતું પામેલો દેખાય છે તો તેનો અર્થ છે કે તે વ્યક્તિના આયુષ્યમાં વધારો થવાનો છે, અને આ સંકેતને સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે શુભ સંકેત માનવામાં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.